મણિપુરમાં હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મણિપુરના ચુરાચાંદપુરમાં અંદાજીત 300થી 400 લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો છે. 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. એસપી- સીસીપી ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ઓફિસની બહાર જોરદાર તોડફોડ કરવામાં આવી છે અને સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી.ભીડને નિયંત્રણ કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે આ ઝપાઝપીમાં 2 લોકોના મોત થઈ ગયા છે અને 30 લોકો ઘાયલ થયા છે.
મણિપુરને લઈ કોંગ્રેસે અનેક વખત ભાજપ પર કર્યા છે પ્રહાર
છેલ્લા ઘણા સમયથી મણિપુરથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે હિંસાની આગમાં. ત્યાંની પરિસ્થિતિ વિશે આપણે જાણીએ છીએ. મણિપુરને લઈ અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે અનેક વખત એવો મુદ્દો ઉઠાવ્યો છે કે મણિપુર મુદ્દે પીએમ મોદી કેમ શાંત છે? મણિપુરને લઈ શા માટે પીએમ મોદી કોઈ એક્શન નથી લેતા? મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવા સમાચાર સામે આવ્યા છે.
આ કારણોસર ભડકી ઉઠી હિંસા!
મોટા પ્રમાણમાં લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો હતો. 300થી 400 લોકોના શસ્ત્રધારી ટોળાએ ચુરાચંદપુરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઉપરાંત ડીસીના કાર્યાલયને ઘેરી લેતાં જોરદાર તોડફોડ મચાવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે ટોળામાં સામેલ લોકોએ સરકારી વાહનોને આગને હવાલે કરી દીધા હતા. હિંસાને લઈ પોલીસ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાને કારણે આ હિંસા ભડકી ઉઠી છે. 14 ફેબ્રુઆરીનો એક વીડિયો સામે આવ્યો હતો.