જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મળતી માહિતી અનુસાર જમ્મુના સંભાગ જિલ્લામાં બે સ્થાનિક લોકોના મોત થઈ ગયા હતા. સેનાના શિબરની આસપાસ ગતિવિધી ઝતા સેનાએ ગોળીબારી કરી હતી. આ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. મરનાર બંને લોકો સ્થાનિકો હતા. ફાયરિંગની ઘટનામાં સ્થાનિકોની મોત થવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને કારણે હાઈવે જામ કરી હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
અલ્ફા ગેટ પાસેથી પસાર થતા તે વખતે બની ઘટના
જમ્મુ-કાશ્મીરથી અનેક વખત ફાયરિંગની ઘટના સામે આવતી હોય છે. આજે ફરી એકવખત ફાયરિંગની ઘટના બની છે. જમ્મુના રાજોરી જિલ્લામાં આ ફાયરિંગ થયું છે. જેમાં 2 સ્થાનિક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર શુક્રવાર સવારે કથિત રીતે ગોળીબારી થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સેનાના વિસ્તારની આસપાસ હોવાને કારણે સેનાએ ફાયરિંગ કર્યું હતું. અલ્ફા ગેટ પાસેથી શલિંદર કુમાર, કમલ કિશોરી સહિત અક વ્યક્તિ નીકળ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. શા માટે ગોળીબારી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના મોત થતા જમ્મુમાં હિંસા ફાટી નીકળી છે. હિંસક વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે.
ઘટનાને લઈ ફાટી નિકળી હિંસા
વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ હાઈવે જામ કરી દીધો છે. ઉપરાંત આ ઘટનાને લઈ હિંસક વિરોધ થઈ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ આ ઘટનામાં મૃત્યુ પામ્યા તે લોકો માટે 10-10 લાખ રૂપિયા સહાય આપવાની માગ કરી છે. હિંસક વધતા સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યો છે.