Election પહેલા Bangladeshમાં ભડકી હિંસા, ટ્રેનમાં લાગી આગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-06 18:36:35

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે પરંતુ તે પહેલા બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી છે જેને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ હિંસામાં અનેક લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘટના 5 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ.  

5 જાન્યુઆરીએ લાગી હતી ટ્રેનમાં આગ!  

7 જાન્યુઆરીએ બાંગ્લાદેશમાં મતદાન થવાનું છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે તે પહેલા દેશમાં હિંસા ફાટી નીકળી છે. રાજધાની ઢાકામાં શુક્રવાર મોડી રીત્રે એટલે કે 5 જાન્યુઆરીએ એક ટ્રેનમાં આગ લગાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાને કારણે પાંચ જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. 7 જાન્યુઆરીએ મતદાન થવાનું છે તે પહેલા આ પ્રકારના હુમલા થવાને કારણે રાજકારણ ગરમાયું છે.

બાંગ્લાદેશમાં 7 તારીખે યોજાવાની છે ચૂંટણી  

જે ચૂંટણી માટે મતદાન થવાનું છે તે માટેના દાવેદાર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ છે. તે પણ એક દાવેદાર છે. આ ઘટના બાદ વિદેશ મંત્રાયલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવામાં આવ્યું છે કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈ પણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. આ એવા લોકો છે જેઓ નથી ઈચ્છતા કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય. જે ટ્રેનમાં આ હુમલો કરવામાં આવ્યો છે તે ટ્રેનમાં ભારતીય નાગરિકો પણ સવાર હતા. એક ડબ્બામાં લાગેલી આગ જોત જોતામાં અનેક ડબ્બાઓમાં આગ પ્રસરી ગઈ.  આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ. પોલીસનું માનવું છે કે આ આગ જાણી જોઈને લગાવામાં આવી છે.        



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?