દેશના અનેક રાજ્યોમાં રામનવમીના દિવસે હિંસા ફાટી નીકળી હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. બિહાર અને પશ્ચિમ બંગાળમાં રામનવમી દરમિયાન અનેક જગ્યાઓ પર હિંસા ફાટી નિકળી હતી. રામનવમીને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. પશ્ચિમ બંગાળના હુગલીમાં રવિવારે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તે ઉપરાંત અનેક ગાડીઓને આગ લગાવી દેવામાં આવી હતી.સ્થિતિને કાબુ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે હજી સુધી 12 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રવિવારે હિંસા ભડકી ઉઠી હતી
રવિવારે અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રવિવારે બે જૂથ્થો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઉપરાંત પથ્થરમારો પણ થયો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં રાખી અનેક શાળોઓ પણ બંધ કરી દેવામાં આવી છે. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ સામેલ થયા હતા. આ હિંસામાં તેઓ ઘાયલ પણ થયા હતા. ઉપરાંત અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ધારા 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્ય થયા ઈજાગ્રસ્ત
રામનવમી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી. પશ્ચિમબંગાળ ઉપરાંત બિહારમાં પણ અનેક જગ્યાઓ પર અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિસરા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. પથ્થરમારો દરમિયાન ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ સિવાય બિહારમાં પણ હિંસા ફાટી નીકળી હતી.
બિહારમાં પણ શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયત્ન
તે સિવાય બિહારમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. શનિવારે નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. સાસારામ, નાલંદા, ગયા સહિતના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સાસારામમાં શનિવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે ઉપરાંત બિહારશરિફમાં કરફ્યુ લાદવામાં આવ્યું હતો.કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. બિહાર પોલીસે આ મામલે 106 લોકોની ધરપકડ કરી લીધી છે.