મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ચાલી રહી છે... હિંસાનું પ્રમાણ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે.... મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે... કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે....
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન!
પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં હિંસા શરૂ થયે એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો પરંતુ હજી સુધી એક વાર પીએમ મોદીએ મણિપુરની મુલાકાત નથી લીધી... હું મણિપુર ગયો છું અને મેં ત્યાં જોયું છે કે શું પરિસ્થિતિ છે... મણિપુરમાં હિંસાને રોકવા અમારૂં પૂર્ણ સમર્થન છે પરંતુ સરકાર હિંસા નથી રોકી રહી.... અમિત શાહ પર પણ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે....
મોહન ભાગવતે સરકારને કરી ટકોર
મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે સરકારને ટકોર કરી છે... શનિવારે ફરી મણિપુરમાં હિંસા ભડકી હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા..જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ ડરાવનારા છે... મણિપુરમાં ચાલી રહેલી હિંસા ક્યારે શાંત થશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...