મણિપુરમાં ફરી ભડકી હિંસા! મંગળવાર રાત્રે થયેલા હુમલામાં થયા 9 લોકોના મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 14:31:33

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકી રહી છે. હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત પ્રોપર્ટીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મંગળવાર રાત્રે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. મૈતેઈમાં મંગળવાર રાત્રે થયેલા હુમલામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ખામેલોકમાં તેમજ ઈંફાલના પૂર્વ જિલ્લામાં હુમલો થયો હતો. જે લોકોના મોત થયા છે તે લોકો ખામેલોકના રહેવાસી હતા.

 

મણિપુરમાં ફરી ભડકી હિંસા!

મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત હિંસા ભડકવાની ઘટના સામે આવી છે. મંગળવાર સાંજે ગોળીબારી થવાની ઘટના સામે આવી છે જેમાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ઉગ્રવાદીઓ હથિયારો સાથે લઈને આવ્યા હતા. 


હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ!

પહેલા વિસ્તારને ઘેરી લીધો અને તે બાદ મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સોમવારે પણ ખામેલોકક વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની હતી. હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર લગાવામાં આવેલા પ્રતિબંધને 15 જૂન સુધી લંબાવાઈ દેવાયો છે. મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને આ મામલે તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવી હતી. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..