થોડા સમય પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી. બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મનાતા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા તે બાદ આ આખો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો. સાક્ષી મલિકના સમર્થનમાં અનેક કુસ્તીબાજો આવ્યા અને એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. તમાં બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે આ અંગેની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા વિનેશ ફોગાટે એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી, 30 ડિસેમ્બરે વિનેશ ફોગાટ અવોર્ડ પરત કરવા માટે પીએમઓ જઈ રહી હતી. પરંતુ તે પહેલા જ પોલીસ તેમને રોકી દે છે અને તે બાદ તે તેમણે પોતાનો એવોર્ડ બેરિકેડ્સ પાસે મૂકી દીધા.
સંજયસિંહની વરણી પ્રમુખ પદ ઉપર થતા કુસ્તીબાજો હતા નારાજ
કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવ્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે તેમણે આંદોલન પણ કર્યા, ધરણા કર્યા. અનેક દિવસો સુધી પોતાની માગ સાથે તેઓ ત્યાં બેઠા હતા. તે બાદ બેઠકોનો દોર થયો અને તે બાદ કુસ્તીબાજોએ આંદોલન સમેટ્યું. પરંતુ ફરીથી આ વિરોધ શરૂ થયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા સંજયસિંહ WFIના અધ્યક્ષ બન્યા.
સાક્ષી મલિકે કુસ્તી છોડી તો અનેક પહેલવાનોએ એવોર્ડ પરત કર્યા
પ્રમુખ પદે તેમની જીત થતાં કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી હતી. આ બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી તે બાદ અલગ અલગ કુસ્તીબાજોએ પોતાના એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજોએ પીએમ મોદીને પત્ર લખ્યો અને આ અંગેની જાહેરાત કરી. વિનેશ ફોગાટ જ્યારે પોતાના એવોર્ડને પરત આપવા માટે ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો! એવોર્ડ આપવા જ્યારે વિનેશ ફોગાટ પહોંચે તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પોલીસ સાથે બહેસ થાય છે. વિનેશ પોલીસને કહી રહી છે જે જો રોકવું છે તો તેમનો એવોર્ડ તે પીએમઓ સુધી પહોંચાડી દે.
બજરંગ પુનિયાએ પદ્મ શ્રી એવોર્ડ કર્યો પરત
વિનેશ ફોગાટ પહેલા બજરંગ પુનિયાએ પોતાનો એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. ભારતીય કુસ્તી સંઘ ચૂંટણીના પરિણામ 21 ડિસેમ્બરે આવ્યા હતા. સંજયસિંહની પસંદગી અધ્યક્ષ તરીકે કરવામાં આવતા કુસ્તીબાજોમાં રોષ જોવા મળ્યો હતો. આ પરિણામની બીજા દિવસે બજરંગ પુનિયાએ પોતાન એવોર્ડ પરત આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. બજરંગ પુનિયા પોતાનો પદ્મ શ્રી એવોર્ડ આપવા માટે દિલ્હી સ્થિત પીએમ આવાસની બહાર પોતાનો એવોર્ડ પરત કરી નારાજગી વ્યક્ત કરી હતી.