Paris Olympicમાં Disqualify થયા બાદ Vinesh Phogatએ કરી સન્યાસ લેવાની જાહેરાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-08 13:07:33

ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાઈ થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. સવારે 5.17 મિનિટ પર X પર એક પોસ્ટમાં લખ્યું, “ મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો આપનું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુસ્તી 2001-2024, આપ સૌની હંમેશા ઋણી રહીશ માફી.” આ સમાચાર ખૂબ ચોંકાવનારા એટલે છે કે આપણે ગોલ્ડ સાથે સાથે એક મજબૂત ખેલાડી ગુમાવ્યો છે 



વિનેશ ફોગાટે કરી હતી આ અપીલ...!

જો કે, નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી હતી. તેઓએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ પાસે માંગ કરી હતી કે તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે. વિનેશે પહેલા ફાઈનલ રમવાની માંગ પણ કરી હતી. પરંતુ તેઓએ તેમની અપીલ બદલી અને હવે સંયુક્ત રીતે સિલ્વર આપવાની માંગ કરી છે. 


ડિસ્વોલિફાઈ જાહેર થયા બાદ બગડી હતી તબિયત

7 ઓગસ્ટના રોજ, વિનેશ ફોગાટનું વજન તેની નિર્ધારિત 50 કિલોગ્રામની શ્રેણી કરતાં 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું. આ પછી ઓલિમ્પિક એસોસિએશને તેણીને ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તી માટે અયોગ્ય જાહેર કરી તેમણે ડિસ્કિવોલીફાઈ કરવામાં આવ્યા ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશની તબિયત બગડી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કોચ વિજય દહિયા તેને મળવા આવ્યા ત્યારે વિનેશે તેને કહ્યું - 'તે ખરાબ નસીબ હતું કે અમે મેડલ ગુમાવી દીધા, પરંતુ આ રમતનો એક ભાગ છે.' અને પછી આજે સવારે વિનેશ ફોગાટએ આ સંન્યાસનું ટ્વીટ કર્યું 


પીએમ મોદીએ કરી હતી આ મામલે ટ્વિટ

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને પણ કુસ્તીબાજને મદદ કરવાના રસ્તા શોધવા કહ્યું હતું. પીએમે ઉષાને આ મામલે વિરોધ નોંધાવવા પણ કહ્યું હતું. અને pmએ ટ્વીટ કરીને વિનેશને ચેમ્પીયન કહ્યું પણ ખેર દેશે એક બહાદુર ખેલાડી ગુમાયો છે જેનું દુખ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?