બનાસકાંઠામાં બે યુવકોને રાત્રે પ્રેમીકાને મળવા જવું ભારે પડ્યું, લોકોએ મુઢ માર માર્યો, મુંડન કરાવ્યું, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 16:50:59

બનાસકાંઠામાં બે યુવકોને રાત્રીના અંધારામાં પ્રેમીકાને મળવા જવું ભારે પડ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકોને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ગામ લોકોએ બંને યુવકોને પકડીને તેમનું મુંડન કરાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો થરાદ, વાવ કે લાખણી પંથકનો હોવાનો લોકો અનુમાન લગાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ તો લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી આનંદ મેળવી રહ્યા છે. 


શું છે સમગ્ર મામલો!


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના એક ગામના બે ભાઈ બાજુના એક વાહન ચાલક ત્રીજા વ્યક્તિને લઈ એક ગામમાં ગયા હતા. જ્યાં ગામલોકોએ આ બન્નેની શંકાસ્પદ હરકતો જોતા પૂછપરછ હાથ ધરી હતી. ત્રીજો વાહન ચાલક પણ ઝડપાયો હતો. જેમાં આ બન્ને પૈકીનાં એકની પ્રેમિકા આ ગામમાં રહેતી હોઇ, તેઓ મળવા આવ્યાનું ખૂલ્યું હતું. જે બાદ શંકા જતાં વાહન ચાલક, બન્ને ભાઈઓને સહિત ત્રણને પકડીને બીજીવાર ગામમાં ન આવે એના માટે મુઢ માર મારી બંને ભાઈઓને સામ સામે બેસાડીને મુંડન કરાવ્યું હતું. તેમજ ગામલોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરી માથે ટકો કરી સજા આપી હતી. ઝડપાયેલા યુવકોને સજા કરતાનો વીડિયો પણ અત્યારે બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે થરાદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઇ નથી. આ ઘટનાના વાયરલ વીડિયોમાં અશ્લીલ ભાષા બોલતા કેટલાક ઈસમો આ બંને ભાઈઓ તેમજ વાહન ચાલક ત્રીજા યુવકને ઉઠબેઠ કરાવતા પણ જોવા મળી રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?