ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.
UPમાં 5 ડિસેમ્બરે શિયાળુ સત્ર મળશે
યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં પ્રવાસન વધારવા માટે ગામડાના ઘરોને હૉટલો અને લૉજમાં બદલવાનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથ સરકારનો આ નિર્ણય પાછળ વિચાર છે કે આનાથી ઈકો ટુરીઝમ વધશે અને ગ્રામ્ય લોકોને ધંધો પણ મળશે. ઉત્તર પ્રદેશમાં 5 ડિસેમ્બરે ત્રણ દિવસ માટે શિયાળુ સત્ર મળવાનો નિર્ણય લીધો છે. આ શિયાળા સત્રમાં પૂરક બજેટ પણ રજૂ કરવામાં આવશે.
યૂપીના ગામડાના લોકોને ઘર બેઠા મળશે રોજગારી
કેબિનેટ બેઠકમાં નવી પ્રવાસન નીતિને લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં જૂની હવેલીઓને હેરિટેજ હૉટલમાં બદલવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામડામાં રહેતા લોકો પોતાના ઘરને હૉટલ અથવા લૉજમાં બદલાવી શકશે અને રોજગારી મેળવી શકશે.