બોલિવુડના પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું આજે નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાં તેઓ લાઈફ સપોટિંગ સિસ્ટમ પર હતા. જીવન અને મરણ વચ્ચે તેઓ છેલ્લા અનેક દિવસથી જંગ લડી રહ્યા હતા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.
બોલિવુડ ઈન્ડસ્ટ્રીને વધુ એક ફટકો પડ્યો છે. તેમના નિધનના સમાચારથી બોલિવુડ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંદાજીત 150 દિવસથી તેઓ પુણેની દિનનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને કારણે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. અનેક દિવસોથી તેમની તબિયત બગડી રહી હતી. અને 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. બોલિવુડની ફિલ્મ જેવી કે અગ્નિપથ, હમ દિલ દે ચૂકે સનમ, ભુલ ભુલૈયા, હિચકી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.