વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાયો શુભારંભ, PM Modiએ ઝારખંડથી તો Bhupendra Patelએ અંબાજી ખાતેથી કરાવ્યો પ્રારંભ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-15 16:50:46

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીએ પોતાના કાર્યકાળ દરમિયાન કયા કાર્યો કર્યા, કઈ યોજનાને લાગુ કરી તે અંગેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી. દેશના લોકોને લાભ થાય તે હેતુથી કેન્દ્ર સરકારે અનેક યોજનાની શરૂઆત કરી છે. તે યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે આજથી દેશભરમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. પીએમ મોદી ઝારખંડ ખાતેથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

 

પીએમ મોદીએ ઝારખંડથી આ યાત્રાનો કરાવ્યો પ્રારંભ 

લોકોને લાભ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાવવામાં આવતી હોય છે. પરંતુ અનેક લોકોને આ યોજનાની જાણ નથી હોતી. ત્યારે લોકોને આ યોજનાની જાણ થાય તે માટે કેન્દ્ર સરકારે વિકસીત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે ઉપરાંત આધુનિક રથ અનેક જિલ્લાઓમાં ફરશે. વિવિધ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ યાત્રામાં પીએમ મોદીનો એક વીડિયો સંદેશ હશે. ગુજરાતમાં આ યાત્રાનો પ્રારંભ ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી કરાવ્યો છે જ્યારે પ્રધાનમંત્રીએ આ યાત્રાનો પ્રારંભ ઝારખંડથી કરાવ્યો છે. અંબાજીના ચીખલા ગામેથી આ યાત્રાની શરૂઆત થઈ છે. યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ જનસંબોધન કર્યું હતું.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?