વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના ડિજીપી આશિષ ભાટિયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. પરંતુ આજે આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી રાજ્યના નવા ઈન્ચાર્જ ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએસ વિકાસ સહાયને ઇન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વિકાસ સહાય બનશે ગુજરાતના નવા ડીજીપી
ઘણા સમયથી રાજ્યના નવા પોલીસ વડા કોણ બનશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેનશન આપવામાં આવ્યું હતું. ત્યારે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ લોકોના નામની ચાલી રહી હતી ચર્ચા
આ પદ માટે ત્રણ નામોની ચર્ચા ચાલી હતી જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, સુરતના પોલીસ કમિશ્નર અજય તોમર તેમજ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય પણ આ રેસમાં હતા. ત્યારે આઈપીએસ વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.