ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન તેજ બનાવી દીધું છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ લોક ગાયકો, કલાકારો અને મનોરંજન ક્ષેત્રની લોકપ્રિય હસ્તીઓને પોતાના તરફ આકર્ષી લાવવા લોબિંગ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.
વિજય સુવાળા ચૂંટણી લડવા ઈચ્છુક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. ભુવાજી અને લોક ગાયક વિજય સુવાળાએ પણ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતા કહ્યું કે, જો પાર્ટી ટીકીટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. લોકો ભાજપને પણ પ્રેમ કરે છે, ભાજપ , તેમનું સંગઠન અને લોકોની ચાહના અને મારા પ્રત્યેનો પ્રેમ અને વિકાસના કર્યો જોઈને લોકો મત આપવાના છે. સુવાળાએ વધુમાં કહ્યું કે મારી લોક ચાહનામતમાં કન્વર્ટ કરી આપશે.
વિજય સુવાળા બાયડ ખાતે નવરાત્રી કાર્યક્રમ બાદ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.આ સાથે કહ્યું કે પાર્ટી જ્યાંથી ટીકીટ આપે ત્યાંથી ચૂંટણી લડીશ.આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે. જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી માંથી આવેલ વિજય સુવાળાને ભાજપ ટિકિટ આપશે કે નહીં અને જો આપશે તો કઈ બેઠક પરથી વિજય સુવાળા ઉમેદવાર બનશે.