ગુજરાતમાં આજનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે અરવિંદ કેજરીવાલનું પોસ્ટર. ચૂંટણી નજીક આવતા ધર્મની રાજનીતિનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર અરવિંદ કેજરીવાલના પોસ્ટર લાગ્યા છે. જેમાં તેમને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટર પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે પોસ્ટર પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે.
આપને રૂપાણીએ ગણાવી લાલચુ પાર્ટી
પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી ખોટી અને ખરાબ છે તેવી વાતો હાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. તેમાં પણ ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે આવી વાતો ખૂબ સાંભળવા મળે છે. પોસ્ટર પર પ્રતિક્રિયા આપતી વખતે રૂપાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ખૂબ જ સ્પષ્ટ વાત છે આમ આદમી પાર્ટીનું પોઠ ખૂલતું જાય છે. આમ આદમી પાર્ટી એક ખોટા વાયદા અને જુઠ્ઠી વાત અને કોઈ પણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા વાળી સત્તા લાલચુ પાર્ટી છે.
આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર
વધુમાં તેમણે કહ્યું કે આજે ભારતમાં હિન્દુ ઘર્મ વિરૂદ્ધ વાત કરી રહ્યા છો તેનો મતલબ છે તે શું કરવા માંગો છો અને ભવિષ્યમાં શું વિચારી રહ્યા છો તે હિંદુ સમાજ જાણી ગયો છે.આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આવનારી ચૂંટણીમાં આપશે. આમ આદમી પાર્ટીના ચીથરા કાઢશે અને 2/3 બહુમતીથી સરકાર બનાવીશું. .