ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણ ગરમાયું છે. ભાજપની પ્રથમ યાદી જાહેર થાય એ પહેલા જ એક બાદ એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમની કેબ્િનેટના 8 મંત્રીઓનો સમાવેશ થાય છે, જો કે આ વખતે ભાજપના અનેક સિનિયર નેતાઓ અને ધારાસભ્સયોનો પત્તા કપાશે તે પણ સ્પષ્ટ છે.
ભાજપના કયા નેતાઓના પત્તા કપાયા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે તેના એક સમયના પીઢ નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપની 'નો રિપીટ થિયરી'ના ભાગરૂપે અગ્રણી 8 નેતાઓના પત્તા કપાયા છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, આર સી ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, નિમાબેન આચાર્ય, કૌશિક પટેલ, વિભાવરીબેન દવે, ઉપરાંત યોગશ પટેલ, વલ્લભ કાકડિયા, વાસણ આહીર, રાજેન્દ્ર ત્રિવેદી, કુમાર કાનાણી, પૂર્ણેશ મોદી, પંકજ દેસાઈ, પ્રદીપ પરમાર, ધર્મેન્દ્ર સિંહ જાહેજા, વી.ડી ઝાલાવાડિયા, આત્મારામ પરમાર, રમણ પાટકર, ઈશ્વર પરમાર, જયદ્રથસિંહ પરમાર, રાઘવજી પટેલ, શંભુજી ઠાકોર, આઈ.કે.જાડેજા, બલરામ થવાણી, અરવિંદ રૈયાણી, અને ગોવિંદ પટેલનો સમાવેશ થાય છે.