મનીષ સિસોદિયાની CBI દ્વારા પૂછપરછ કરતાં રાજકારણ ગરમાયું છે.ત્યારે આ અંગે વિજય રૂપાણીએ એક નિવેદન આપ્યું તેમણે કહ્યું હતું કે આ એક કાયદાકીય પ્રોસેસ છે જેને હવે રાજકારણ સાથે જોડવાની કોશિશો થઈ રહી છે. તથા બીજી બાજુ મનીષ સિસોદિયા 2 દિવસ ગુજરાત પ્રવાસે આવતા શિક્ષણ મોડલનો મુદ્દો ફરીથી ગુજરાતના રાજકારણમાં ઉઠી શકે છે.
મનીષ સિસોદિયાએ ગુજરાત પ્રવાસ અંગે કરી જાહેરાત
મનીષ સિસોદિયા સમગ્ર વિવાદ મુદ્દે એક જાહેરાત કરી જેમાં તેમણે 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવવાની વાત કરી છે . તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. આની સાથે અરવિંદ કેજરીવાલ અને આપના શિક્ષણ મોડલની વાત કરીને ગુજરાત પ્રવાસમાં સી.આર.પાટીલે આપેલી ચેલેન્જ સ્વીકારશે એવી અટકળો વહી છે.
दो दिन के लिए गुजरात जा रहा हूँ. इस बार के चुनाव में गुजरात का हर परिवार अपने बच्चों के लिए अच्छे स्कूल लाने वाली सरकार चुनेगा. @ArvindKejriwal जी ने गारंटी दो है कि पाँच साल में ही गुजरात के हरेक स्कूल को दिल्ली जैसा शानदार बनाएँगे. https://t.co/I5S56BvXSw
— Manish Sisodia (@msisodia) October 18, 2022