દેશમાં લોકસભા માટે મતદાન ચાલી રહ્યું છે..ત્રણ તબક્કા મતદાનના પૂર્ણ થઈ ગયા છે અને આગળ પણ બાકી રહેલા તબક્કા પૂર્ણ થઈ જશે.. ચોથી જૂનના રોજ પરિણામ આવવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..
ગુજરાતમાં આવી ઘટનાઓ નથી બનતી જેમાં...
ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ જેવી ઘટનાઓ નથી બનતી.. પરંતુ સંતરામપુરથી બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી... વિજય ભાભોર નામનો વ્યક્તિ નશાની હાલતમાં પોલીંગ બૂથ સુધી પહોંચે છે અને ત્યાંથી ઈન્સ્ટાગ્રામ લાઈવ કરે છે... વીડિયોમાં તે ગાળો બોલી રહ્યો છે. અહીંયા તો એક જ ચાલે... વગેરે વગેરે બોલે છે... સામાન્ય રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય તેવું નથી.. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં આવી ઘટનાઓ બને છે. બૂથ કેપ્ચરિંગ થાય છે, પોલીંગ બૂથ પર દાદાગીરી કરવામાં આવે છે.
દારૂના નશાની સાથે સાથે સત્તાનો નશો પણ દેખાયો!
પરંતુ આવી ઘટનાઓ ગુજરાતમાં નથી બની એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. વિજય ભાભોર વીડિયોમાં બીજેપીનું નામ લઈ રહ્યો છે. બીજેપી સત્તામાં છે એનો મતલબ એ નથી કે કોઈ પણ બીજેપીના નામ પર આવું કૃત્ય કરી શકે છે.. દારૂનું તો નશો છે પરંતુ તેની સાથે સાથે તેને સત્તાનો નશો પણ છે..!
બીજેપીની છબી ખરાબ કરશે?
ભાજપના ટોચના નેતાઓને સમજાવું પડશે કાર્યકર્તાઓને કે ભાજપમાં હોવાનો અર્થ એ નથી કે તમને ગુન્હો કરવાનો અધિકાર મળી જાય... દેશના અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી નથી ત્યારે સવાલ એ થાય કે સંતરામપુરમાં બનેલી ઘટના બીજેપીની છબી ખરાબ કરશે?