ICICI લોન ફ્રોડ કેસમાં થોડા દિવસો પહેલા ICICI બેકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ મામલા અંતર્ગત વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં વધુ એક મોટા માથાની ધરપકડ કરી લેવામાં આવી છે.
સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ કરાશે રજૂ
જ્યારે ચંદા કોચરે ICICI બેંકનો હવાલો સંભાવ્યો છે ત્યારથી તેમણે વિડીયોકોનની જૂદી જૂદી કંપનીઓને લોન મંજૂર કરવામાં આવી છે તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આરોપ લગાવામાં આવ્યો હતો કે આઈસીઆઈસીઆઈ બેંકે ટ્રેન્ડ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કેલ લિમિટેડ, વેલ્યુ ઈન્ડસ્ટ્રીયઝ, સેન્ચ્યુરી એપ્લાયન્સ લિમિટેડ, ઈવાન ફ્રેઝર એન્ડ કંપનીને લોન આપી હતી. કોચરની પૂછપરછ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.