Vadodara Railway Stationનો વીડિયો વાયરલ જેમાં રિઝર્વેશન વગરના AC કોચમાં ચઢી ગયા અને કન્ફર્મ ટિકિટ વાળા રહી ગયા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-12 15:11:16

વતનમાં જઈ તહેવારની ઉજવણી કરવાનો હરખ દરેક લોકોને હોય છે. રોજીરોટી માટે પોતાના વતનને છોડનારા લોકો મુખ્યત્વે તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવાની ઈચ્છા ધરાવતા હોય છે, અને એમાં પણ દિવાળી જેવો તહેવાર હોય તો તો પૂછવું જ શું! ગઈકાલે સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા હતા. હર્ષ સંઘવી તેમજ સરકાર દ્વારા આ અંગેની માહિતી લેવામાં આવી. આ બધા વચ્ચે એક વીડિયો રેલવે સ્ટેશનનો વાયરલ થઈ રહ્યો છે જેમાં કમ્ફોર્મ ટિકિટ વાળા ટ્રેનની બહાર રહી ગયા અને બીજા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી ગયા.  

એસી ડબ્બામાં બીજા મુસાફરો ઘૂસી ગયા અને...!

દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તેવી ઈચ્છા દરેક લોકોને હોય છે. વતનની બહાર લોકોમાં તહેવારને લઈ અનેરો ઉત્સાહ હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય મુસાફોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે. વધારે ભીડ હોવાને કારણે મુસાફરોના જીવ પણ જોખમ મૂકાતા હોય છે તેનું ઉદાહરણ કાલે આપણે સુરત રેલવે સ્ટેશન પર જોયું. સુરત રેલવે સ્ટેશનમાં થયેલી ધક્કામૂકીને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. ત્યારે સોશિયલ મીડિયા પર વડોદરા રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો ગાડીની બહાર લટકીને જઈ રહ્યા છે. લોકો એસી ડબ્બામાં ઘૂસી ગયા અને કમ્ફર્મ ટિકિટ વાળા રહી ગયા!



મુસાફરોમાં જોવા મળી નારાજગી 

આવો કડવો અનુભવ થયા બાદ મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. મુસાફરો વીડિયો શેર કરી રહ્યા છે અને આઈઆરસીટીસીના મેનેજમેન્ટને ફેઈલ ગણાવી રહ્યા છે. કોઈ મુસાફરે લખ્યું તે ભારતીય રેલવેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે તો કોઈ ટિકિટના પૈસા પાછા માગ્યા. આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...