Delhiનો વીડિયો વાઈરલ થયો જેના કારણે વિવાદ થયો,રાજનીતિ ગરમાઈ|ખાખી શું કામ ખુન્નસ રાખે છે એ પ્રશ્ન થયો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-09 15:50:28

ગઈકાલથી એક વીડિયો સામે આવ્યો હતો જેને લઈ વિવાદ છેડાઈ ગયો છે. દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારનો આ વીડિયો છે, અને શરૂઆતમાં જોઈને લાગ્યું હતુ કે જૂનો અથવા ફેક આ વીડિયો હોઈ શકે છે, પણ દિલ્હી પોલીસના અધિકારીઓએ આ વાત અને વીડિયોનો સ્વિકાર કર્યો છે કે આ વાત દિલ્હીની જ છે, અને શુક્રવાર એટલે કે 8મી માર્ચની છે, રસ્તાની વચ્ચોવચ્ચ કેટલાક લોકો નમાઝ પઢી રહ્યા હતા, દિલ્હી શું કોઈ પણ જાહેર માર્ગો પર આ રીતે નમાઝ પઢવી એ અપરાધ છે, પણ અપરાધને રોકવાનો રસ્તો સામે અપરાધ અને એ પણ જેણે ખાખી પહેરી હોય એ વ્યક્તિ અપનાવે એ તો એનાથી પણ ભયાનક છે, ઘટનાના બંને પક્ષ પર વાત કરવી છે.

વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા!

શુક્રવારનો દિવસ હતો, મસ્જીદમાં ભીડ થઈ ગઈ તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને જાહેર માર્ગમાં વચ્ચોવચ નમાઝ કરવા લાગ્યા, આના કારણે ટ્રાફીક જામ થયો, પોલીસ ત્યાં આવી, એમની જવાબદારી બનતી હતી ટ્રાફીક ક્લીઅર કરાવે અને જાહેર માર્ગ પર સજદા કરતા માણસોને રોકે, પણ પોલીસે જે કર્યું એ પણ ભયાનક હતુ, પોલીસ કર્મચારીએ સીધા જ નમાઝ કરતા માણસને પાછળથી લાત મારી, આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ થયો, વાતાવરણ તંગ બન્યુ, ભીડ એકઠી થઈ, પોલીસને વધારાના ફોર્સની મદદ લેવી પડી અને વિવાદના અંતે દિલ્હી પોલીસે જે કર્મચારીએ આ વર્તન કર્યુ હતુ એને સસ્પેન્ડ કર્યો. 




રસ્તા પર જો કોઈ નમાઝ પડે છે તો પોલીસની જવાબદારી બને છે કે..  

જાહેર માર્ગ પર નમાઝ માટે બેસી જવું એ ખાલી અયોગ્ય નથી, કાનૂની રીતે પણ અપરાધ બને છે, અને પોલીસની જવાબદારી બને છે કે આવા લોકોને રોકીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે, પણ પોલીસ જે રીતે લાત મારે છે એ જોતા એટલું તો સમજાય છે કે આ રીતે નમાઝ પઢતા લોકોને જોઈને જ પોલીસનો કર્મચારી પોતાનું કર્તવ્ય અને કાયદો યાદ કરવાની જગ્યાએ ખુન્નસથી ત્યાં ગયો અને મારવા લાગ્યો. કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ઈશ્વરને યાદ કરતો હોય ત્યારે બીજુ કોઈ માણસ આવીને એને પાછળથી લાત મારે એ અશોભનિય તો છે જ ઉપરથી વિવાદીત પણ છે. ડીસીપી નોર્થ મનોજ મીણાએ કહ્યું કે વીડિયોના આધારે એક્શન લેવાઈ ગયા છે, અને પરિસ્થિતિ હવે સામાન્ય છે, સ્થાનિકોની સાથે મળીને વિસ્તારની કાનૂન વ્યવસ્થા સાચવીને રાખીશું.


કાનૂનનું જે પાલન કરે છે તેમનામાં પણ ભરી છે ધાર્મિક નફરત!

પ્રશ્ન એ પણ છે કે એ જ સ્થાનિકોની સાથે મળીને એમને જાહેર માર્ગ પર નમાઝ કરતા રોકી શકાયા હતા, પણ કમનસીબે આપણે ત્યાં માત્ર સામાન્ય માણસમાં જ નહીં, કાનૂનનું જેણે પાલન કરવાનું છે એવા લોકોમાં પણ ધાર્મીક નફરત અને ખુન્નસ ભરેલી છે, આ ખોટું છે એવું ખાલી દેશના સામાન્ય નાગરીકોનું જ નહીં પણ પોલીસનું પણ માનવું છે અને એટલે જ એમની સામે પગલા લેવાયા છે, આ જ વિષય પર દેશભરમાંથી વિપક્ષના નેતાઓએ આકરી પ્રતિક્રીયાઓ આપી હતી.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?