એક તરફ ચર્ચા ચાલી રહી હતી કે પોલીસ સમક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થઈ શકે છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો આવી પહોંચ્યા છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના માસ્ક સાથે આવ્યા હતા. એક તરફ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થશે તેવી વાતો ચાલી રહી હતી તે બધા વચ્ચે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસ ફરિયાદ થયા બાદ પ્રથમ વખત ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પોતાના સમર્થકોનો આભાર માન્યો છે ઉપરાંત સરકાર પર પ્રહાર પણ કર્યા છે.
સરકાર પર ચૈતર વસાવાએ લગાવ્યા આરોપ!
ચૈતર વસાવાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે પોલીસ પર તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે. વન વિભાગના કર્મચારી સાથે મારામારી કરવાનો આરોપ ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો છે. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે પોલીસ ચોપડે ફરાર છે. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા એક વીડિયો રિલીઝ કર્યો છે. ચૈતર વસાવાએ વીડિયોમાં કહ્યું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે.
મને વારંવાર હેરાન કરાય છે - ચૈતર વસાવા
વધુમાં તેમણે કહ્યું કે મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.
સ્ટોરી અપડેટ થઈ રહી છે...