એડવોકેટ વિકટોરિયા ગૌરીના મામલે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થયેલા સિનિયર વકીલ રાજુ રામચંદ્રને સુપ્રીમ કોર્ટ કોલેજીયમનની ભલામણને રદ્દ કરવાની માગ કરી હતી. આ અંગે રાજુ રામચંદ્રને દલીલ કરતા કહ્યું કે શપથ લેનારા ન્યાયાધીશોએ બંધારણમાં આસ્થા રાખવી જોઈએ. પરંતું જેમના નામ પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને તેમના જાહેર નિવેદનો કારણે તેમની નિમણૂક રદ્દ કરવી જોઈએ. જો કે કોર્ટે તેમ કહીંને અરજી ફગાવી દીધી કે કોલેજીયમને તેની ભલામણ પર પુનર્વિચાર માટે કહીં શકીએ નહીં.
વિક્ટોરિયા ગૌરીએ શપથ લીધા
એક તરફ સુપ્રીમ કોર્ટે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીથી ઈન્કાર કર્યો છે તો બીજી તરફ વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે આજે શપથ લીધા છે. તે માટે મદ્રાસ હાઈકોર્ટે પહેલાથી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો.
વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ શું છે?
સુપ્રીમ કોર્ટમાં વિક્ટોરિયા ગૌરી સાથેનો વિવાદ ખુબ જ ગાજ્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે લક્ષ્મણ ચંદ્રા વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવાની ભલામણ કરી હતી, જેને સરકારે મંજુર આપી હતી. જો કે વિક્ટોરિયા ગૌરીને એડિશનલ જજ બનાવવાનો વિરોધ શરૂ થઈ ગયો હતો. મદ્રાસ હાઈકોર્ટ બાર કાઉન્સિલ સાથે સંકળાયેલા લોકોનું કહેવું હતું કે વિક્ટોરિયા ગૌરીની બિજેપી સાથે જોડાણ રહ્યું છે. આ મુદ્દે અરજીકર્તાએ વર્ષ 2019માં વિક્ટોરિયા ગૌરી દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને ટાંકવામાં આવ્યું હતું. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો વિક્ટોરિયા ગૌરી ભાજપા મહિલા મોરચાના મહાસચિવ રહ્યા છે. તે ઉપરાંત તેમના પર ખ્રીસ્તી અને મુસ્લિમ સમુદાય વિરૂધ્ધ કથિત નિવેદન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.