બનાસકાંઠાની વિચરતી વિમુક્ત જાતિના લોકોએ પાલનપુરમાં હાઈવે કર્યો બ્લોક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:50:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકો તેમની માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે બનાસકાંઠાનાં મુખ્ય મથક પાલનપુર ખાતે વિચરતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકોએ નેશનલ હાઈવે પર દેખાવો કર્યા હતા.


હાઈવે બ્લોક કરતા વાહન વ્યવહાર ખોરવાયો


બનાસકાંઠાની પછાત અને વંચિત મનાતી વિમુક્ત જાતિના 40 સમાજના લોકો સંયુક્તપણે ધરણા કરવા એકઠા થયા હતા. આ લોકોએ  પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે પર ઉભા રહી વિરોધ પ્રદર્શન કરતા હાઈવે બ્લોક થયો હતો. ધરણા કરવા મોટી સંખ્યામાં  ઉમટેલા લોકોના કારણે નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. માર્ગ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.


 વિચરતી વિમુક્ત જાતિના લોકોની માગણી શું છે?


પાલનપુર શહેરમાં એકઠા થયેલા આ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમના સમાજ માટે અનામતની માંગ કરી રહ્યા હતા.  વિચરતી વિમુક્ત જાતિના  40 સમાજના લોકોએ ચક્કાજામ કરી તેમનો વિરોધ દર્શાવ્યો હતો. આ સમાજના લોકોનું માનવું છે કે ગુજરાતમાં એસસી, એસટી અને ઓબીસીની જેમ આ સમાજ પણ એક આરક્ષિત કેટેગરીમાં આવે છે અને તેમને સરકારના વિવિધ લાભો મળવા જોઈએ. ખાસ કરીને શિક્ષણ સત્તા અને નોકરીમાં તેઓને આરક્ષણ આપવું જોઈએ. પાલનપુરના રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમાજના લોકોએ તમની માંગણીને લઈ ચૂંટણી બહિષ્કાર તથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.