રાહુલ ગાંધીના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ આપી હતી પ્રતિક્રિયા, ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-10 11:30:40

રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લીધો હતો તે બાદ સંસદમાં પણ ભાષણ આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવામાં આવે છે. આ ભાષણની ટીકા થઈ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. નામ લીધા વગર તેમણે કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવદેન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. 

ઉપરાષ્ટ્રપતિએ નામ લીધા વગર કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર          

રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ પણ આ મુદ્દે આક્રામક દેખાઈ હતી. ત્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા સંસદ અંગેના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જગદીપ ધનખડે નામ લીધા વગર રાહુલ ગાંધીના ભાષણને લઈ નારાજગી દર્શાવી હતી. બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક જ બંધ કરી દેવામાં આવે છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. 


જયરામ રમેશે આપી પ્રતિક્રિયા

જગદીપ ધનખડના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે એક અમ્પાયર હોય છે. તે કોઈ પાર્ટી માટે લીડર હોઈ શકે નહી. જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં ભાષણમાં કેટલીક જરૂરી ટિપ્પણી કરી છે. તે અંગે ઉપરાષ્ટ્રપતિનું નિવેદન નિરાશાજનક છે. ભારતનું ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય સંવૈધાનિક છે. આ સંવિધાનથી રાજ્યસભાના અધ્યક્ષ હોવાની જવાબદારી વધુ હોય છે. એટલે તેમણે કોઈપણ રાજકીય દળ પ્રત્યે લગાવ અને કોઈ પક્ષ પૂર્વાગ્રહથી મુક્ત હોવું જોઈએ.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?