વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 17:56:41

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ થીમ સાથે યોજાઈ રહી છે. તેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં મુસાફરોને તેમની ફ્લાઈટ પકડવા માટે નિર્ધારિત સમય પહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ 9થી 12 જાન્યુઆરી સુધી અત્યંત વ્યસ્ત રહેશે. એરપોર્ટ પરથી એક દિવસમાં 400થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. આ સમયગાળા દરમિયાન 150થી વધુ VIP ખાનગી પ્લેનથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટે સ્થાનિક મુસાફરોને ત્રણ કલાક અગાઉ જાણ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સવારે 9:45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.


ત્રણ કલાકમાં પહોંચવાની સલાહ


વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ભારે ટ્રાફિકને હેન્ડલ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી સમિટમાં આવનારા મુસાફરો અને મહેમાનોને અસુવિધા ન થાય. અમદાવાદ એરપોર્ટ ત્રણ દિવસ સુધી 150થી વધુ સ્થાનિક અને વિદેશી ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવરથી ધમધમતું રહેશે. જેના કારણે એરપોર્ટ પર પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ માટે એક દિવસમાં 400 ફ્લાઈટ્સ એરપોર્ટ પર પહોંચશે.આવી સ્થિતિમાં વડોદરા, રાજકોટ અને સુરત એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર 43 જેટલા વિમાનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવશે.


34 દેશોના પ્રતિનિધીઓ રહેશે ઉપસ્થિત


PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મુખ્ય અતિથિ તરીકે  UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ચાર દેશોના રાજ્યોના વડાઓ સાથે 18 દેશોના ગવર્નર-મંત્રીઓ અને 14 દેશોના અનેક પ્રતિનિધિઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે વાઈબ્રન્ટ સમિટ માટે ગુજરાત પહોંચશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનોના પ્રતિનિધીઓ તથા ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?