વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન ગાંધીનગર ખાતે થઈ ગયું છે. વિવિધ દેશના વડાઓ ગુજરાતના આંગણે આવ્યા છે, ગુજરાતના મહેમાન બન્યા છે. સવારે 9.45 વાગ્યે પીએમ મોદીના હસ્તે આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન થયું છે. આ સમિટમાં ભાગ લેવા 25 હજારથી વધુ ડેલિગેટ્ ગાંધીનગર ખાતે આવ્યા છે. આ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ ગુજરાત આવ્યા છે.
વાઈબ્રન્ટ સમિટ માટે મુકેશ અંબાણીએ કહ્યું કે...
આ સમિટમાં ભારતના તેમજ વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા અનેક જાહેરાતો કરી. પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે અમારો વ્યવસાય 7 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કરી રહ્યા છે. ગુજરાત અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આપનું સ્વાગત છે – આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રોકાણકાર સમિટ. 20 વર્ષ સુધી ચાલે છે અને તાકાતથી મજબૂતી તરફ આગળ વધે છે તેના જેવી બીજી કોઈ સમિટ નથી.
મને ગુજરાતી હોવાનું અભિમાન છે - મુકેશ અંબાણી
વધુમાં તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત આજે વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત છે. બીજા કોઈ સમિટે 20 વર્ષ પૂરા કર્યા નથી. રિલાયન્સ ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે.