ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પાટનગર ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. વિદેશી મહેમાનોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ કાર્યક્રમને પગલે એરપોર્ટથી ગાંધીનગર સુધી અવરજવર રહેશે. આ કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી આજે સાંજે રોડ શો કરવાના છે.
સફીન હસને આપી માહિતી
લોકોને અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વ્યવસ્થા અનુસાર આગામી પાંચ દિવસ ઈન્દિરા બ્રિજ એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી વાહનોની અવરજવર ધીમી રહેશે. અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને નાના ચિલોડા અને વિસત સર્કલ વાળા રસ્તાનો ઉપયોગ કરવાની સલાહ આપવામં આવી છે. ટ્રાફિક ડીસીપી સફીન હસનને ટ્રાફિકને લઈ કરવામાં આવેલી વ્યવસ્થા અંગેની માહિતી આપી છે. લોકો કયા રસ્તાનો ઉપયોગ કરી શકશે તેવી માહિતી આપવામા આવી છે.