VHP પ્રમુખ પ્રવીણ તોગડિયાએ લવ જેહાદ કાયદા અંગે કરી વાત! જાણો સરકારને કયો કાયદો લાવવા કરી રજૂઆત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-02 12:42:24

વલસાડના અબ્રામાની સરસ્વતી સ્કૂલમાં રાષ્ટ્રીય બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ થયો જેમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા હાજર રહ્યા. પ્રશિક્ષણ વર્ગના પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ ફરી જૂની સ્ટાઈલમાં તીખી ભાષણબાજી કરી હતી. તેમણે શ્રદ્ધા મર્ડર કેસ, હિન્દુ યુવતીઓની હત્યા, હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવી, એન્ટી લવજેહાદ કાયદો, હિન્દુ દીકરીઓને આત્મ રક્ષા ટ્રેઈનિંગ વગેરે મુદ્દાઓ પર જોર આપ્યું હતું. 

થોડા સમય પહેલા નિવેદનને લઈ આવ્યા હતા ચર્ચામાં!

અગાઉ પ્રવીણ તોગડિયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ન્યાયાધીશ, કલેક્ટર અને એસપી માત્ર હિન્દુ જ બનશે. નર્મદાપુરમમાં પણ જ્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે એક સમયે મારો જ સિક્કો ચાલતો હતો. પણ પ્રવીણ તોગડિયાને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ તેમનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.  વલસાડના કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં હિન્દુ દિકરીઓને સુરક્ષા માટે કવચ આપવાની તૈયારી છે. 


લવ જેહાદ કાયદો ઘડવા કરી અપીલ!

તે સિવાય ધી કેરલા સ્ટોરી અંગે પણ નિવેદન આપતા કહ્યું કે શું હવે વડોદરા, સુરત, વલસાડ. દિલ્હી જેવી ફિલ્મ બનશે? ધી કેરલા સ્ટોરી ફિલ્મમાં હિંદુઓને શરમમાં નાખે અને હિન્દુઓનું નાક કાપે અવી વાત રજૂ કરવામાં આવી છે. દેશમાં હિન્દુઓની બહેન દીકરી સુરક્ષિત નથી ત્યાં આવી ફિલ્મો બનાવવી પડે છે. એન્ટી લવ જેહાદ કાયદો સરકારે ઘડવો જોઈએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?