રામ મંદિરના નામે QR કોડ દ્વારા ફંડ ઉઘરાવવાના રેકેટનો પર્દાફાસ, VHPએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-12-31 19:00:47

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના રામ ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભવ્ય રામ મંદિરના નામે  શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ચાલી રહ્યો છે, આ સંપુર્ણ રેકેટનો પર્દાફાશ થતા વિશ્વ હિન્દુ પરિષદ પણ એક્શનમાં આવી છે. છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લેભાગુ તત્વોને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકો પાસેથી મંદિરના નામે ફાળો માગવામાં આવી રહ્યો છે. જે લોકો પર કોલ આવ્યો તેમાંથી કોઈ VHP કાર્યકર્તાઓની સાથે નંબર શેર કર્યો હતો. જે બાદ એક VHP કાર્યકર્તાના નંબર પર કોલ કર્યો અને પછી છેતરપિંડી કરનારની મોડસ ઓપરેન્ડી પકડાઈ ગઈ હતી.


કેવી રીતે ચાલી રહી છે છેતરપિંડી?


અયોધ્યમાં ભગવાન રામના મંદિરના નિર્માણના નામે રામ ભક્તો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને લોકોને ફંડ આપવા માટે આગ્રહ કરવામાં આવે છે. આ મેસેજમાં QR કોડ પણ હોય છે અને લખાયેલું હોય છે કે સ્કેન કરીને પેમેન્ટ કરો. આ પૈસા રામ મંદિર નિર્માણમાં વાપરવામાં આવશે, પરંતુ આ પૈસા છેતરપિંડી કરતા લોકોના ખાતામાં જાય છે.


VHPએ શું કહ્યું?


VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે- આ મામલાને લઈને ગૃહ મંત્રાલય અને દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશને જાણ કરી દેવાઈ છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે મંદિર નિર્માણની દેખરેખ કરનારા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ કોઈને પણ ધન ભેગું કરવાનું કામ નથી સોંપ્યું. તેમણે વધુમાં કહ્યું કે આ ખુશીનો પ્રસંગ છે અને અમે નિમંત્રણ મોલકી રહ્યાં છીએ. અમે કોઈની પાસેથી કોઈ દાન નથી લઈ રહ્યાં. તેથી છેતરપિંડી કરનારાઓથી સતર્ક રહેવું જોઈએ. વીડિયો સંદેશમાં બંસલે કહ્યું- અમને હાલમાં જ મંદિરના નામે ધન એકઠું કરવાનારાઓ અંગે જાણકારી મળી છે. મેં તે અંગે ગૃહ મંત્રાલય, ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહીની માગ કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...