દેશની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટની અટકાયત, દિલ્હીના તમામ જિલ્લામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-05-04 19:11:01

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલી રેસલર ગીતા ફોગાટને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધી છે. ભારતની દિગ્ગજ કુસ્તીબાજ ગીતા ફોગાટે ટ્વીટ કર્યું, કે "મને અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે." જોકે, પોલીસે તેમને કસ્ટડીમાં લેવાની વાત કરી છે.

 

દિલ્હીના તમામ જિલ્લામાં એલર્ટ


અત્રે ઉલ્લેખનિય છે કે થોડા કલાકો પહેલા જ દિલ્હીના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓને એલર્ટ પર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સરહદી વિસ્તારો પર ખાસ નજર રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને માહિતી મળી છે કે કુસ્તીબાજોની અપીલ બાદ તેમના પ્રદર્શનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પર એકઠા થવાના છે. આ પછી જ પોલીસ સતર્ક છે અને વિવિધ સ્થળોએ ધરણાં કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


રેસલર 23 એપ્રિલથી કરી રહ્યા છે ધરણા 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સામે જાતીય સતામણીનો આરોપ લગાવનારા કુસ્તીબાજો 23 એપ્રિલથી હડતાળ પર છે. કુસ્તીબાજોનો આરોપ છે કે રમતગમત મંત્રાલયે એક સમિતિની રચના કરી હતી અને રિપોર્ટ સોંપવાની વાત કરી હતી, પરંતુ રિપોર્ટમાં વિલંબને કારણે તેમને ફરીથી ધરણા પર બેસવું પડ્યું હતું. જ્યારે મુખ્ય આરોપી બ્રિજ ભૂષણ શરણની અત્યાર સુધી ધરપકડ ન થવાથી કુસ્તીબાજોમાં ભારે રોષ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?