કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓનો પ્રચાર! કોંગ્રેસના ઘોષણા પત્ર પર પીએમ મોદીનો કટાક્ષ! જાણો પ્રચારમાં શું કહ્યું પીએમ મોદી અને રાહુલ ગાંધીએ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-02 16:58:43

કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ દ્વારા આજે જ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં રેલી સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસના ઘોષણા પત્રને લઈ પ્રહાર કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધીએ પણ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

  

કોંગ્રેસે ઘોષણા પત્રમાં કરી આ જાહેરાત!

ગઈકાલે ભાજપે કર્ણાટક માટે ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. જેમાં જનતાને અનેક વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ પ્રમાણે ઘોષણા કરી હતી. જે મુજબ ગૃહ જ્યોતિ હેઠળ કોંગ્રેસ કર્ણાટકમાં તમામ ઘરોમાં 200 યુનિટ સુઘી મફત વીજળી આપશે, તે ઉપરાંત ઘરની દરેક મહિલા વડાને 2000 આપવાનું વચન આપ્યું છે. તે ઉપરાંત બીપીએલ પરિવારના દરેક વ્યક્તિને દર મહિને 10 કિલો અનાજ આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવ્યા બાદ બજરંગ દળ અને પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે ધર્મના નામે નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરશે. 


કોંગ્રેસે બજરંગબલીને તાળામાં બંધ કરવાનો સંકલ્પ કર્યો!

કર્ણાટકમાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસના ઘોષણા પત્ર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણા પત્રમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા શ્રીરામને તાળામાં બંધ કર્યા અને હવે જય બજરંગબલી બોલવા વાળાને જેલમાં બંધ કરવાનો સંકલ્પ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે હનુમાનજીની આ પવિત્ર ભૂમીને પ્રણામ કરવું સૌભાગ્ય છે પરંતુ દુર્ભાગ્ય જુવો, હું આજે હનુમાનજીને નમન કરવા આવ્યો છું તે જ સમયે કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 


પીએમ મોદી અને રાહુલ ગાંધી આમને-સામને!

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પરંપરાગત વાદ્ય વગાડ્યું હતું, તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર કરવામાં આવતા પ્રહારને લઈ પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ લોકો ગાળીની સેંચ્યુરી લગાવાના રસ્તા પર છે. કોંગ્રેસની વોરંટી ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. એવામાં વોરંટી વગર કોંગ્રેસની ગેરંટી પણ ખોટી છે. આની પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે કે કર્ણાટકમાં ભાજપે ચોરીથી સરકાર બનાઈ છે. ભાજપે 3 વર્ષમાં લોકતંત્રને ખતમ કરી લીધો છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?