Congressના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહી રહ્યા છે ચૂંટણીથી અળગા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 13:22:48

થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 39 ઉમેદવારોની લિસ્ટમાં ગુજરાતના એક પણ ઉમેદવાર ન હતા. ગુજરાત લોકસભા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગઠબંધન મૂજબ ભરૂચ તેમજ ભાવનગરની લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 24માંથી એક પણ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ નથી જાહેર કરવામાં આવ્યા તે બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા એકબાદ એક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો ત્યારે હવે ભરતસિંહ સોલંકીએ ના પાડી દીધી છે. 

જગદીશ ઠાકોર બાદ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

એક તરફ કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે તો બીજી  તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. અનેક ધારાસભ્યોએ, અનેક નેતાઓ, કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. કોંગ્રેસ માટે માનવામાં આવતું હતું કે તે પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે ઉપરાંત ધારાસભ્યોને પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકીએ છીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે, હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું.



કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર!

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ ના પાડી દીધી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. ત્યારે હવે કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?