બોલિવુડના દિગ્ગજ નેતા અને અનેક સિરિયલમાં પાત્ર ભજવનાર અરૂણ બાલીનું 79 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમને Myasthenia Gravis નામની બીમારી હતી. ઘણા સમયથી આ બીમારી સામે તેઓ ઝઝુમી રહ્યા હતા પરંતુ અંતે તેવો આ બીમારી સામે હારી ગયા.
અનેક ફિલ્મો તેમજ સિરિયલમાં કર્યો છે અભિનય
પોતાના કરિયરની શરૂઆત અરૂણ બાલીએ 90'sમાં કરી હતી. ફિલ્મો ઉપરાંત અનેક સિરિયલ જેવી કે કુમકુમ અને બાબુલ કી દુઆએ લેતી જા, સ્વાભિમાન, ધ ગ્રેટ મરાઠા, દેવો કે દેવ મહાદેવ જેવી પ્રસિદ્ધ સિરિયલોમાં તેમણે અભિનય કર્યો હતો. અનેક બોલિવુડ ફિલ્મો જેવી કે સબસે બડા ખિલાડી, સત્યા, હે રામ, 3 idiots, ખલનાયક, રાજુ બન ગયા જેન્ટલમેન જેવી અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. 'ગુડ બાય' માં પણ તેમણે અભિનય કર્યો હતો. ગુડ બાય 7 ઓક્ટબરના રોજ રિલિઝ થઈ છે પરંતુ પોતાની ફિલ્મને જોવા અરૂણ બાલી આ દુનિયામાં રહ્યા નથી.