રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે. જેને લઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કરારનું નામ મેક ઈન ઈન્ડિયા વ્હીલ એગ્રીમેન્ટ રાખવામાં આવ્યું છે.
મેક ઈન ઈન્ડિયા અભિયાનને મળશે પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. ભારતના પૈસા ભારતમાં રહે તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના શસ્ત્રો પણ ભારતમાં બની રહ્યા છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ફાઇલ તસ્વીર
રેલવેના આ પાર્ટ હવે ભારતમાં બનશે
યુરોપથી 1960 ભારત વ્હીલ આયાત કરે છે. હાઈ સ્પીડ ટ્રેનોમાં આ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ભારતીય રેલ્વેને અંદાજીત 2 લાખ વ્હીલની જરૂર પડે છે. ટેન્ડરની પ્રકિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. એક લાખ વ્હીલ્સ SAILથી ખરીદવામાં આવી રહ્યા છે. બાકીના વ્હીલ્સ પ્લાન્ટ લગાવી ભારતમાં બનાવામાં આવશે.