હિંદુ ધર્મમાં અમરનાથ યાત્રાનું મહત્વ વિશેષ છે. લાખો ભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. હજી સુધી બાબાના દર્શન કરવા માટે ભક્તોએ ચાલવું પડતું હતું પરંતુ હવે તેમની સુવિધામાં વધારો થયો છે. અમરનાથ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે. ગુફા સુધી વાહનો જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વાહનો ગુફા સુધી જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બાલતાલના રસ્તાને પહોંળા કરવા માટેનું કામકાજ શરૂ થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. રસ્તાને પહોંળા કરવામાં આવી રહ્યા છે જેનાથી આસાનીથી વાહનો ત્યાં સુધી પહોંચી શકે છે.
અમરનાથની ગુફા સુધી વાહનો જઈ શકશે
અમરનાથના દર્શને અનેક ભક્તો જતા હોય છે. અમરનાથની ગુફાને આપણે ત્યાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગમ સ્થાનમાંથી પસાર થઈ લોકોએ અમરનાથની ગુફા સુધી પહોંચવું પડતું હોય છે. ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી મોટી ભેટ મળી છે. અમરનાથની યાત્રા દુર્ગમની બદલીમાં થોડી આસાન થઈ જશે. બીઆરઓ દ્વારા આ રસ્તો બનાવવામાં આવશે. અમરનાથ સુધી પહોંચવા માટે બે રસ્તા છે - એક બાલતાલ અને બીજો માર્ગ છે પહેલગામનો. બંને રસ્તા હજી સુધી કાચા છે. અમરનાથની ગુફા સુધી પહોંચવા માટે લોકોએ પગપાળાનો, હેલિકોપ્ટર તેમજ ઘોડા અથવા તો પાલકીનો ઉપયોગ કરવો પડે છે. શ્રદ્ધાળુઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે બાલતાલ વાળા રસ્તાને સુધારી દેવામાં આવશે.
This is not history it's the biggest crime one can commit to Hinduism & it's faith in nature. Hinduism is all about immersing in spritual mother nature , that's why our pilgrimages are in lap of Himalayas. Turning religious piligrimages into picnic spots for mere political gains… https://t.co/23z3DL3SnM
— Mohit Bhan موہت بھان (@buttkout) November 6, 2023
પીપીડીએ નોંધાવ્યો વિરોધ
This is not history it's the biggest crime one can commit to Hinduism & it's faith in nature. Hinduism is all about immersing in spritual mother nature , that's why our pilgrimages are in lap of Himalayas. Turning religious piligrimages into picnic spots for mere political gains… https://t.co/23z3DL3SnM
— Mohit Bhan موہت بھان (@buttkout) November 6, 2023મહત્વનું છે કે આ સમાચાર સામે આવતા વિરોધનો દોર શરૂ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર આનો વિરોધ શરૂ થઈ ગયો. જમ્મુ કાશ્મીરના પીપલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તાએ આ મામલે ટ્વિટ કર્યું છે. મોહિત ભાને લખ્યું કે હિંદુ ધર્મ વિરુદ્ધ આ એક મોટો અપરાધ છે. આ ધર્મમાં આપણે પ્રકૃતિમાં લીન થઈ જઈએ છીએ. એટલા માટે આપણાં પવિત્ર સ્થાનો હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોટમાં ફેરવવું એ નિંદનીય બાબત છે. અમે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે અને તેમ છતાં અમે તેમાંથી કંઈ શીખી રહ્યા નથી અને કાશ્મીરમાં વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ.