લાખોની સંખ્યામાં ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન ભાદરવી પૂનમના લોકમેળા દરમિયાન કર્યા હતા. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો. ત્યારે મેળો પૂર્ણ થયા બાદ મોહનથાળને લઈ એક રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં આ સેમ્પલ ફેઈલ થયા હતા. જે બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ આખી ઘટનાનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો. માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આ મામલે વધુ એક અપડેટ સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે મોહિની કેટરર્સના ત્રણ લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે,
માઈ ભક્તોના સ્વાસ્થ્ય સાથે થતા હતા ચેડા
ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ બનાવવામાં આવતો હતો તેના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા જેમાં સાબીત થયું હતું કે ઘી તો ભેળસેળવાળું હતું અને નકલી હતું. આના કારણે ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો હતો. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે ઘીમાં વનસ્પતિનું તેલ ઉમેરવામાં આવતું હતું. બીજી મહત્વની વાત સામે એ આવી છે કે અમૂલના નામે અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવતો હતો. મોહિની કેટરર્સ રીત સરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા.
મોહિની કેટરર્સે નીલકંઠ ટ્રેડર્સ પાસેથી લીધું હતું ઘી
જ્યારે મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડ્રર્સ પાસેથી ઘીના ડબ્બા ખરીદતું હતું. વિચાર કરો ક્યાં વાત જાય. બજાર કરતા અડધા રૂપિયાનું ઘી મળતું હતું એટલે દરોડા પાડવામાં આવ્યા હતા. ગંભીર વાત તો એ છે કે જો આરોગ્ય વિભાગે દરોડા ન પાડ્યા હોત તો 5 હજારથી વધુ ડબ્બા ઘીનો મોહનથાળ બનાવી લીધો હોત અને ભક્તોએ તો માનો પ્રસાદ સમજીને એ પ્રસાદ લઈ પણ લીધો હોત.
અવાર-નવાર હાથ ધરાવું જોઈએ ચેકિંગ
જો કે સામેની બાજુ આ વાત સામે આવી એ પણ એટલી જ જરૂરી છે. કારણ કે ખબર પડી કે માના ધામમાં પણ શ્રદ્ધાના નામે ચેડા થાય છે તો રાજ્યાના બધા ધામોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ક્યાંક ત્યાં તો ભેળસેળવાળી વસ્તુ વાપરવામાં નથી આવતીને. જાણવા માટે હવે બધી જ જગ્યાએ સમયાંતરે ચેકિંગ કરતું રહેવું જોઈએ.