VCE કર્મીઓને સરકારનું લોલિપોપ, સી આર પાટીલની અંગત બાંહેધરી બાદ આંદોલન સમેટાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:17:44

ગુજરાત સરકાર સામે વિવિધ કર્મચારી સંગઠનોએ મોરચો માંડ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકાર પર પણ આ કર્મચારીઓ આંદોલનોની આગને ઠારવા માટે ઉપરથી ખુબ જ દબાણ છે. કર્મચારી સંગઠનો માટે સરકાર પાસેથી તેમની માંગણી સંતોષાવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. રાજ્ય સરકારના પ્રધાનો તેમના વિભાગ અંતર્ગત આવતા કર્મચારીઓને મનાવવામાં લાગ્યા હતા. આ દરમિયાન બહું ગાજેલું વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE)કર્મીઓનું આંદોલન પણ સમેટાઈ ગયું છે.


ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની બાંહેધરી બાદ નિર્ણય


રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વધુ એક હડતાળનો અંત આવ્યો છે. રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ ગઈ છે. ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે  VCEના કર્મીઓના આગેવાનોએ બેઠક કરી હતી. બંને નેતાઓને કર્મીઓને આંદોલન સમેટી લેવા માટે આગ્રહ કર્યો હતો. અંતે પાટીલે બાંહેધરી આપ્યા બાદ VCEના કર્મઓના સંગઠનના પદાધિકારીઓએ આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો.


કોણ છે VCE કર્મીઓ?


રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE(ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ 1 રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા હતા. તેમના આંદોલનના પગલે ગામડાંઓમાં રાજ્યસ્તરની સરકારી વહીવટી કામગીરી ખોરવાઇ હતી. 


VCE કર્મીઓની માંગ શું છે?


કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂક

સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતન

VCEને રક્ષણ આપવામાં આવે

VCE અને પરિવારને આરોગ્ય સુવિધા 

VCE અને પરિવારને વીમા કવચ આપવામાં આવે

કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે

ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો

ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

જોબની સિક્યુરિટી આપવામાં આવે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?