ગાંધીનગર બન્યું આંદોલનનગર, સત્યાગ્રહ છાવણીમાંથી સેંકડો VCE કર્મીઓની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:19:01


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં વિવિધ કર્મચારી મંડળ પોતાની પડતર માંગોને લઈને સરકાર સામે મેદાને પડ્યા છે. કર્મચારીઓને  આશા છે કે આ જ એવો સમય છે જ્યારે સરકાર તેમની માંગોને સ્વીકારશે અથવા તો પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવશે. રાજ્યમાં 10 પણ વધુ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓ છેલ્લા ઘણા મહિનાથી સરકાર સામે માંગણીઓ સંદર્ભે આંદોલન ચલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં VCE કર્મીઓ તેમની માંગણીઓની રજુઆત માટે ગાંધીનગર ઉમટ્યા છે. VCE કર્મીઓને રેલીને મંજુરી નહીં હોવાથી પોલીસે એક હજારથી વધુ VCE કર્મીઓની અટકાયત કરી લીધી હતી. આ સમયે પોલીસ સાથે ઘર્ષણના પણ દ્રષ્યો જોવા મળ્યા હતા.


CMની બાંહેધરી છતાં અમલ નહીં


રાજ્યભરની ગ્રામપંચાયત કચેરીઓમાં સરકારની ઓનલાઇન સેવા પુરી પાડતા કોમ્પ્યુટર સાહસિકો પગાર અને ભથ્થા સહિત સરકારી કર્મચારીનો દરજ્જો મેળવવા માટે સરકાર સામે છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. 27 ઓકટોબર 2021 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ત્યારે પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપી કર્મીઓને સકારાત્મક બાંહેધરી આપેલ હતી. પંચાયત વિભાગ તથા મુખ્ય મંત્રીએ  આશ્વાસન આપ્યાને આજ 8 મહિના થવા છતાં કોઈ અમલવારી કરેલ નથી. ગુજરાત રાજ્યના 13,000 જેટલા VCE કર્મીઓને 1 પણ રૂપિયાનો પગાર આપવામાં આવતો નથી. 


VCE કર્મીઓની માંગણી શું છે ?


કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂંક

સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે

સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતનની માગ

VCE કર્મીને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવામાં આવે

VCEને રક્ષણ આપવામાં આવે, જોબની સિક્યુરિટી આપવામાં આવે

VCE અને પરિવારને આરોગ્ય સુવિધા આપવામાં આવે, વીમા કવચ આપવામાં આવે

VCEને ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો

ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

VCEની કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે

(જેથી શોષણ અને ખોટું અધિકારીઓ દ્વારા થયુ દબાણ અટકાવી શકાય)

VCE કર્મીઓ સાથે થતો ભેદભાવ દૂર કરવામાં આવે


VCE કર્મીઓની અટકાયત કરાઈ


જિલ્લા અને તાલુકા મથકોએ આંદોલન કરવા છતા આ સાહસિકોની માંગણીઓ નહીં સંતાષાતા આજે સેંકડોની સંખ્યામાં VCE ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રજુઆત સાથે ઉમટયા હતા. જો કે, તેમની રેલીને કોઇ મંજુરી નહીં હોવાથી પોલીસ દ્વારા એક હજારથી વધુ સાહસિકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને કરાઇ પોલીસ એકેડમી ખાતે લઇ જવામાં આવ્યા હતા. સરકાર સામે લડી લેવાના મુડમાં રહેલા આ VCE કર્મીઓ હજુ પણ આંદોલન ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી અને ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાનું પણ મન બનાવી લીધું છે. 


સરકારના વાંકે ગામ લોકોને હાલાકી


VCE કર્મીઓનું કામ પ્રત્યક્ષ રીતે લોકો સાથે જોડાયેલું હોય છે. એટલે જો આ કર્મચારીઓ તેમની માગોને મનાવવા માટે કામોથી અળગા રહે તો મોટી સંખ્યામાં લોકો પરેશાન થાય જ. VCE કર્મીઓ દ્વારા ગત તા. 11 મે 2022થી સરકાર પગારની જાહેરાત ન કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરેલ છે, ગામડાંઓમાં ખેડૂતોની રાજ્યસ્તરની યોજના સંલગ્ન કામગીરી ખોરવાઈ છે. આવકના દાખલા, રાશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, 7-12ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી, E-શ્રમ કામગીરી Dvs E-નિર્માણની સહિતની વિવિધ કામગીરી ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?