VCE કર્મીઓનું સસ્પેન્શન રદ્દ, વિકાસ કમિશનરે તમામ DDOને કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-17 14:02:34

ગુજરાત સરકારે VCE કર્મચારીઓનાં હિતમાં મોટો નિર્ણય કર્યો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા છુટા કરવામાં આવેલા તમામ VCE કર્મચારીઓને પાછા લેવા માટેનો પત્ર લખી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સુચના આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ 40 જેટલા VCE કર્મચારીઓને તેમની ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હતા.


 માટે છુટા કરાવાનો નિર્ણય પરત લેવાયો?


જિલ્લા વિકાસ  અધિકારીઓ દ્વારા 40 જેટલા VCE કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જો કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 VCEને છૂટા કરાયા હતા. 


પડતર માંગો માટે રજુઆત કરી તો છુટા કરાયા


VCE કર્મચારીઓએ તેમની પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર ઘણા જુદાજુદા જિલ્લાના 40 વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક VCEને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા હતા. VCEની લડત સામે કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા VCEને અન્યાય કરવામાં આવ્યો હતો. 


કોણ છે VCE કર્મચારીઓ? 


ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતાકોમ્પ્યુટર ઓપરેટરોને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) કહેવામાં આવે છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. ગુજરાતમાં લગભગ 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી ફરજ બજાવે છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ કેન્દ્રો આવેલા છે અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...