Vav seat by election - કોંગ્રેસના ઉમેદવાર બીજેપી કાર્યાલય જઈને ગુલાબ આપે! Geniben Thakor અને સી.જે.ચાવડા....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-11 13:23:44

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક વાવ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે... આ બેઠકના ધારાસભ્ય ગેનીબેન હતા પરંતુ ગેનીબેન હવે સાંસદ બની જતા આ જગ્યા ખાલી પડી હતી જેને લઈ વાવમાં પેટા ચૂંટણી યોજાવાની છે... પેટા ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે.. પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓ ઉતર્યા છે.. પ્રચારનો આજે અંતિમ દિવસ છે.. ત્યારે આજે વાવથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે ભાગ્યે જ કદાચ જોવા મળશે..

દિગ્ગજ નેતાઓએ સંભાળ્યો છે પ્રચારનો મોરચો!

સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર જાહેર કર્યા છે.. અપક્ષ તરીકે માવજી ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે.... આ વખતે ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. ત્રણેય ઉમેદવારો ખૂબ પ્રચાર કરી રહ્યા છે.... અનેક એવા નિવેદનો સામે આવ્યા છે જેમાં તિખા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.... મંત્રીઓ, ધારાસભ્યોએ પ્રચારનો મોરચો સંભાળ્યો છે... 


ગેનીબેન ઠાકોર મળ્યા સી.જે.ચાવડાને....

ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે... ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભાગ્યે જ જોવા મળે છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો પ્રચાર કરવા માટે ગેનીબેન ઠાકોર રસ્તા ઉતર્યા હતા અને લોકોને ગુલાબ આપ્યું હતું... ભાજપના કાર્યાલય ગેનીબેન પહોંચ્યા હતા અને ત્યાં હાજર સી.જે.ચાવડાને ગુલાબ આપી ભેટ્યા હતા.. મહત્વનું છે કે સી.જે.ચાવડા પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા છે...   



રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...