લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે.. પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે.. પરંતુ ભાષણમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતા હોય છે.. ગુજરાતની રાજનીતિમાં નેતાઓ ભાષણ અને નિવેદન આપતા આપતા દર વખતે અલગ અલગ શબ્દો વાપરી રહ્યા છે.. હમણાં રાજનીતિમાં બબૂચક શબ્દ આવ્યો, એની પહેલા પણ અનેક એવા શબ્દો આવ્યા જેની ચર્ચા થઈ હતી ત્યારે હવે રાજનીતિમાં નવો શબ્દ આવ્યો છે ગંગુ તૈલી શબ્દ..
ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ વાપર્યો આ શબ્દ!
ગુજરાતમાં ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ હવે રોજ જોવા મળે છે. ઇલેક્શન જેમ જેમ નજીક આવે છે એમ એમ નેતાઓ વધારે આક્રામક અને વિવાદિત નિવેદન આપી રહ્યા છે. ત્યારે ફરી એક વાર વસાવા vs વસાવા અમને સામને આવી ગયા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર અને ગંગુતૈલી કહ્યા છે. આ પહેલાં પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા.
ફરી એક વખત મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા પ્રહાર!
મનસુખ વસાવાએ ચાર દિવસ પહેલા કહ્યુ હતું કે, ચૈતરથી કૂતરું કે બિલાડું પણ નથી ડરતું. ચૈતરના દેશ ન સાચવી શકનારાવાળા નિવેદન પર મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રધાનમંત્રી સામે મોટા મોટા નેતાઓ નિવેદન નથી કરતા. ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા? હવે ભરૂચ લોકસભા એમ પણ પહેલાથી બધાની ચર્ચાઓમાં રહતી બેઠક છે આમાં પણ જ્યારે નેતાઓ આવા નિવેદન આપે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ ચુંટણી નજીક આવી ગઈ છે તો આ વખતે ભરૂચના લોકો કોને પસંદ કરે છે એ સમય બતાવશે...