લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવી રહ્યો છે. ભાજપના નેતા અને નહેરૂ-ગાંધી પરિવારના ફરજંદ વરૂણ ગાંધીએ તેમની જ પાર્ટીની સરકાર સામે બાયો ચઢાવી છે. ઉત્તર પ્રદેશની પીલીભીતના લોકસભા સીટથી ભાજપના સાંસદ વરૂણ ગાંધી તેમના મતવિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કેટલાક ગામોમાં જનસંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને તેમની જ પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વરૂણ ગાંધીએ રાજ્ય અને કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો હતો કે શું જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાથી કામ થઈ જશે? તે ઉપરાંત તેમણે સરકારી યોજનાઓની સ્થિતી અને ભ્રષ્ટાચાર-બેરોજગારીને લઈને પણ સરકારને ઘેરી હતી.
अपनी ही सरकार पर बरसे वरुण गांधी, बोले - 'मांगी थी नौकरी..मिला आटा, दाल और चना!'@varungandhi80 #VarunGandhi #BJP #Pilibhit #Viral #UpNews #UttarPradesh pic.twitter.com/zL4IDIIhSi
— Dainik Veer Arjun (@VeerArjunDainik) November 21, 2023
વરૂણ ગાંધીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરી
अपनी ही सरकार पर बरसे वरुण गांधी, बोले - 'मांगी थी नौकरी..मिला आटा, दाल और चना!'@varungandhi80 #VarunGandhi #BJP #Pilibhit #Viral #UpNews #UttarPradesh pic.twitter.com/zL4IDIIhSi
— Dainik Veer Arjun (@VeerArjunDainik) November 21, 2023વરૂણ ગાંધીએ લોકોની સમસ્યા સાંભળી અને ત્યાર બાદ જનમેદનીને સંબોધતા રાજ્યની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારને નિશાન બનાવી જબદસ્ત પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના અંગે પૂછ્યું કે કે એક ગરીબ માણસ 1100 રૂપિયાનું સિલિન્ડર કઈ રીતે ખરીદી શકે? તે જ પ્રકારે તેમણે બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું કે 90 ટકા નોકરીઓ કોન્ટ્રાક્ટ આધારીત છે. એટલે કે આજે રાખ્યો અને કાલે ફેંકી દીધો. સરકારી વિભાગોમાં એક કરોડ જગ્યાઓ ખાલી છે, આ સરકારના સત્તાવાર આંકડા છે, તેમ છતાં જગ્યાઓ કેમ ભરાતી નથી? સરકારનું કામ બિઝનેશ કરવાનું નહીં પણ લોકોને સ્વાવલંબી બનાવવાનું છે. તે જ પ્રકારે ફ્રિ રાશન અંગે તેમણે કહ્યું કે આટો,દાળ અને ચણા આપવા તે કોઈ કાયમી સમાધાન નથી. મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે વાસ્તવિક વેતન માંડ એક ટકા વધે છે જ્યારે મોંઘવારી 7 ટકાના દરે વધી રહી છે. બિજેપી સાંસદે કહ્યું કે સાત વર્ષમાં કેરોસીનનો ભાવ અઢીસો ટકા વધી ગયો છે. દુધનો ભાવ 50 ટકા, રીંગણના ભાવ 56 ટકા અને ડુંગળીના ભાવ 70 ટકા જેટલા વધી ગયા છે.
શું વરૂણ ગાંધી અપક્ષ ઉમેદવાર હશે?
વરૂણ ગાંધીએ જે રીતે તેમની જ પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં વરૂણ ગાંધી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝંપલાવી શકે છે. પીલીભીત લોકસભા સીટ પર વરૂણ ગાંધી અપક્ષ ઉમેદવાર બની તે ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર બની શકે છે. રાજકીય વર્તુળોમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે લોકસભા-2024માં વરૂણ ગાંધીને ભાજપની ટિકિટ મળવાની શક્યતા બહું જ ઓછી છે આ જ કારણે વરૂણ ગાંધીએ તેમની જ પાર્ટી સામે આક્રમક વલણ અપનાવ્યું છે.