વર્ષા વસાવાના ગંભીર આક્ષેપ, 'પતિ ચૈતર વસાવા પર BJPમાં જોડાવા માટે દબાણ, ફરિયાદ ઉપજાવી કાઢી છે'


  • Published By :
  • Published Date : 2023-11-28 18:24:42

દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતમાં પણ રાજ્યની ભાજપ સરકાર અને સંગઠન તમામ 26 સીટો જીતવા માટે કટીબધ્ધ છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ સીટ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. ભાજપને આ સીટ પર જોખમ દેખાઈ રહ્યું છે. જો કે આ દરમિયાન ચૈતર વસાવા સામે કેસ નોંધાતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, અને તેમની આગોતરા જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આ પરિસ્થિતીમાં ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.  


ચૈતર વસાવા પર  BJPમાં જોડાવા માટે દબાણ

 

ડેડિયાપાડના AAP MLA ચૈતર વસાવાની પત્નીનો વર્ષા વસાવાએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, શાસક પક્ષ બીજેપી તેમના પતિ ચૈતર વસાવા પર બીજેપીમાં જોડાવા માટે ભારે દબાણ કરી રહ્યું છે. જે જ પ્રકારે તેમને લોકસભા ચૂંટણી ના લડવા દેવા માટે બીજેપી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમને હેરાનગતિ કરીને બીજેપીમાં લઇ જવાના પ્રયાસો થઇ રહ્યાં છે. ચૈતર વસાવા સાથે કિન્નાખોરી રાખીને તેમની સામે ખોટી રીતે કેસ દાખલ કરીને હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમણે ચૈતર વસાવાની લોકસભાની ચૂંટણી લડવાના પણ સંકેતો આપ્યા છે. ચૈતર વસાવા લોકસભા ચૂંટણી ના લડે તે માટે હેરાન કરાય છે. ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારનું ફાયરિંગ ના કર્યાનો પણ પત્ની વર્ષા વસાવાનો દાવો કર્યો હતો. વન વિભાગના અધિકારીને માર મારવાના કેસમાં પણ ચૈતર વસાવા આરોપી છે. ચૈતર વસાવા પર વન વિભાગના અધિકારીને માર મારવાનો આરોપ લાગ્યો છે, અને ફરિયાદ બાદ અત્યારે ચૈતર વસાવા પોલીસ પકડની બહાર છે. 


ચૈતર વસાવા સામેની ફરિયાદ ખોટી


ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે, ચૈતર વસાવા વિરૂદ્ધની ફરિયાદ ખોટી છે. વનવિભાગે ફરિયાદ ઉપજાવી કાઢી છે, ચૈતર વસાવાએ વનકર્મી-ખેડૂતો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પોલીસકર્મીઓ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસ્યા હતા. પોલીસ અધિકારીઓએ આખી રાત હેરાન કર્યા હતા. શકુંતલાબેનને આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. FIRમાં ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?