ઉત્તર પ્રદેશની વારાણસીની જિલ્લા કોર્ટે હિંદુ પક્ષના હક્કમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પવિત્ર યાત્રાધામ વારાણસીમાંઆવેલી જ્ઞાનવાપી મસ્જીદ પરીસરમાં આવેલા વ્યાસ તહેખાનામાં હિંદુપક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટી તંત્રને બેરિકેડિંગ હટાવવાની વ્યવસ્થા 7 દિવસમાં કરવાનો હુકમ આપ્યો છે. આ તહેખાનું મસ્જિદની નીચે છે. હવે ત્યાં નિયમિત પૂજા અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરાવવામાં આવશે.
જિલ્લા મેજીસ્ટ્રેટ બન્યા કસ્ટોડિયન
વારાણસીની જિલ્લા કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જે વ્યાસજીનું તહેખાનું છે, હવે તેના કસ્ટોડિયન વારાણસીના જિલ્લા મેજીસ્ટ્રેટ થઈ ગયા છે, તેથી વિશ્વનાથ મંદિરના જે પૂજારી છે તે જ આ તહેખાનાની સાફ-સફાઈ કરાવશે. ત્યાં જે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે, તેને હટાવવામાં આવે અને ફરીથી તહેખાનામાં નિયમિત રીતે પૂજા કરાવવામાં આવે.
#WATCH | Petitioners & Advocates representing the Hindu side in the Gyanvapi case show a victory sign after the court grants permission for puja in the 'Vyas Ka Tekhana'. pic.twitter.com/udzisYReXF
— ANI (@ANI) January 31, 2024
હિંદુ પક્ષની મોટી જીત
#WATCH | Petitioners & Advocates representing the Hindu side in the Gyanvapi case show a victory sign after the court grants permission for puja in the 'Vyas Ka Tekhana'. pic.twitter.com/udzisYReXF
— ANI (@ANI) January 31, 2024હિંદુ પક્ષે કોર્ટના આ ચુકાદાને હિંદુ પક્ષની મોટી જીત ગણાવ્યો છે. હિંદુ પક્ષે 30 વર્ષ બાદ ન્યાય મળતા ખુશી વ્યક્ત કરી છે. નવેમ્બર 1993 સુધી અહીં પૂજા-પાઠ કરવામાં આવતા હતા. જ્ઞાનવાપી પરીસર સ્થિત વ્યાસ તહેખાનામાં પૂજાપાઠ કરવાનો અધિકાર માગતી અરજી શૈલેન્દ્ર કુમાર પાઠકે કરી હતી. જેના પર સુનાવણી હાથ ધર્યા બાદ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
મુસ્લિમ પક્ષે શું કહ્યું?
મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીના વકીલ અખલાક અહમદે કહ્યું આ ચુકાદો ખોટો છે, પૂર્વે આપવામાં આવેલા આદેશને ઓવરલુક કરીને આ આદેશ આપવામાં આવ્યો છે. અમે લોકો આ ચુકાદાનો હાઈકોર્ટમાં પડકારીશું.
હિંદુ પક્ષના વકીલે કહીં આ મોટી વાત
જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે પૂજા સાત દિવસમાં જ શરૂ કરી દેવામાં આવશે. તમામ લોકોને પૂજા કરવાનો અધિકાર છે.