આદિવાસી મહાપંચમાં MLA અનંત પટેલે કહ્યું, "વેદાંતામાં બે પોલીસના માથા ફૂટેલા છે, હવે 120ના ફૂટે એની વાર નથી."


  • Published By :
  • Published Date : 2023-05-28 19:26:53

દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોએ આદિવાસી મહાપંચના ઉપક્રમે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે અનેક આદિવાસી ભાઈઓ જોડાયા હતા. આદિવાસી મહાપંચ કાર્યક્રમમાં આદિવાસી ભાઈ નૃત્ય કરી હળવો માહોલ બનાવ્યો હતો પણ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉગ્ર ભાષણથી હિંસાની વાત કરી હતી. શું છે આ આદિવાસી મહાપંચ ગુજરાત અને શા માટે તે યોજાવા જઈ રહી છે? તેમના લક્ષ્યો શું છે? શું અનંત પટેલ પણ હાર્દિક પટેલની રાહે ચાલી રહ્યા છે? આદિવાસી મહાપંચાયતમાં પોલીસના માથા ફોડવાની વાત કેમ કરવી પડે? બધા વિષય પર ચર્ચા કરીએ...


શું છે આદિવાસી મહાપંચ?

ઉત્તર ભારતમાં ખાપ પંચાયત હોય છે તેવી રીતે આદિવાસી સમાજમાં પણ મહા પંચાયત બનાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મહાપંચમાં આદિવાસી ભાઈઓ જળ અને જમીન જેવા મુદ્દાઓ અને આદિવાસી સમાજની હકની વાત રાખી શકેશે. મહાપંચની કામગીરી રહેશે કે આદિવાસી સમાજની માગણીઓને યોગ્ય સ્થાને પહોંચાડી શકાય. જો કે આદિવાસી સમાજની વાત આવી તો મહાપંચમાં તમામ પાર્ટીના નેતાને બોલાવાયા છે. ભાજપના હોય, કોંગ્રેસ  કે આમ આદમી પાર્ટી હોય તમામ આદિવાસી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સિવાય આદિવાસી સમાજ સિવાયના પણ તમામ સમાજના લોકોને મહાપંચમાં આવવા આમંત્રણ અપાયું હતું. 28 મેના રોજ ચૈતર વસાવા અને અનંત પટેલની આગેવાનીમાં કાર્યક્રમ પણ થયો. મહાપંચનો નિર્ણય છે કે દર વર્ષે આ પ્રકારે આદિવાસી ભાઈઓ મળે અને તેમના પ્રશ્નોની કે હકોની વાત કરે. હાલ તો આદિવાસી સમાજના પ્રશ્નોનું સમાધાન થાય તેના માટે માત્ર ગુજરાતના આદિવાસી ભાઈઓને જ બોલાવાયા હતા. સમાજનો નિર્ણય છે કે ભવિષ્યમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આદિવાસીને પણ મહાપંચમાં બોલાવાશે. 27 મેની રાત્રે વ્યારામાં આદિવાસી આગેવાન ચૈતર વસાવા અને અનંત પટેલે મહાપંચનું આયોજન કર્યું હતું અને આદિવાસી સમાજના હિત માટે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ મહાપંચમાં આદિવાસી નેતા ચૈતર વસાવા અને અનંત પટેલ દેશી ઢોલના તાલે પારંપરીક નૃત્ય કરતા પણ જોવા મળ્યા હતા. અહીં સુધી બધુ ઠીક હતું પણ આદિવાસી નેતા અનંત પટેલે મહાપંચમાં પોલીસના માથા ફોડવાની વાત પણ કરી હતી. આંદોલનનો બધાને અધીકાર છે અને બંધારણે જ આંદોલનનો અધિકાર આપ્યો છે. દેશના લોકોને જે હકો આપવામાં આવ્યા તે હકોની પૂર્તિ ન થાય તો આંદોલનનો સહારો લેવો પડતો હોય છે. પણ મહાપંચના નામે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની સત્તા નેતાઓને કોણે આપી છે? તે મોટો સવાલ છે. દેશમાં તમામ સમાજના ઉત્થાન માટે કાર્યો થઈ રહ્યા છે જે થવા પણ જોઈએ તેમાં કશું ખોટું નથી પણ એકતાના નામે જો બીજુ કંઈ થાય તો ચિંતાનો વિષય છે. ગુજરાતનો ઈતિહાસ પાટીદાર અનામત આંદોલન જોઈ ચૂક્યો છે. પાટીદાર અનામત આંદોલન હિંસક થઈ ગયું હતું ત્યારબાદ અનેક પાટીદાર ભાઈઓના લોકોના જીવ ગયા હતા. સભાના નામે કાર્યક્રમ કરવા યોગ્ય હોય છે પણ તેમાં મારવા ફોડવાની કે હિંસા કરવાની વાત આવે  તો રાજ્યની કાયદો અને વ્યવસ્થા આપમેળે વચ્ચે આવી જાય છે. 


વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મહાપંચના માધ્યમથી ભાષણ આપતા કહ્યું હતું કે, "અહીં વ્યારાની પોલીસ ખુશ થતી હશે કે વેદાંતામાં બેને પકડીને લઈ ગયા. ભાઈ દોઢસો લોકોને પકડશોને તો તમારી પોલીસ ઓછી પડશે. સાનમાં સમજી જજો વેદાંતામાં બે પોલીસના માથા ફૂટેલા છે હવે 120ના ફૂટે એની વાર નથી. અમે ડરવાના નથી અમે લડવાના છીએ. અમે અમારા અધિકારો અને સંવિધાનને બચાવા માટે લડવાના છીએ. અમને સત્તાનો નશો અને સત્તાની લાલચ નથી."


જો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મહાપંચના માધ્યમથી ભાષણ આપતા જણાવ્યું હતું કે, "હવે આશા અને અપેક્ષા જાગે છે કે બધા અલગ અલગ દિશામાં લડત લડતા હતા હવે એક મહાપંચમાં લડીશું. દેશના વિકાસ માટે આદિવાસી સમાજે બહુ યોગદાન આપ્યું છે. આદિવાસી લોકોને વિકાસના ગુલાબી ફૂલ દેખાડે છે. જ્યાં પ્રોજેક્ટ શરૂ થાય ત્યાંથી આદિવાસી સમાજને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી જેમને આદિવાસી હોવાના કારણે સંસદનું ઉદ્ઘાટન નથી કરવા દીધું. છૂત અછૂતની આ સમાજમાં વ્યવસ્થા છે. આદિવાસી સમાજને આ લોકોએ દરબદર પરિસ્થિતિમાં નાખવાનું કામ કર્યું છે."


તાપી જિલ્લાના વ્યારામાં આદિવાસી સમાજના લોકોએ પોતાની માગણીઓને સરકાર સામે મૂકવા માટે માગો રાખી હતી. આ પંચ ઉભું કરીને આદિવાસી સમાજના લોકો પોતાના હકોને સરકાર સામે રાખશે. હમણા ગઈકાલે જ આદિવાસી સમાજના લોકોએ અમદાવાદમાં કૂચ કરી હતી અને પોતાની માગ રાખી હતી કે જે આદિવાસી લોકો બીજા ધર્મમાં જઈ રહ્યા છે તેમને આદિવાસી સમાજમાંથી મળતા અધિકારો પર પ્રતિબંધ લાગે. ધર્માંતરણ બાદ પણ અમુક લોકો આદિવાસી સમાજના હકોનો લાભ લેતા હતા જેના કારણે અમદાવાદમાં જનજાતિ સુરક્ષા મંચની રેલી યોજાઈ હતી. તેમની માગ હતી કે બંધારણની રાહે ધર્માંતરણ કરેલા આ લોકો પાસેથી આદિવાસી હકો લઈ લેવામાં આવે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?