વાંકાનેર ટોલનાકા અપડેટ : ઉમિયા ધામ સિદસરના પ્રમુખ આવ્યા પુત્રના બચાવમાં, કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-06 14:05:11

વાંકાનેર ટોલનાકા પ્રકરણનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. તો આરોપીઓ પૈકી એક વ્યક્તિ ઉમિયાધામ સીદસરના પ્રમુખના પુત્ર હોવાનો ખુલાસો થયો હતો. તો અન્ય આરોપી ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ખુલતા કોભાંડ વધુ ચર્ચામાં આવ્યું હતું. 

ટોલનાકાનાં માલિકને થઈ 5 કરોડની આવક!

મોરબીનાં વાંકાનેરનાં વઘાસિયાનાં ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે અનેક ખુલાસા થવા પામ્યા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હતી. દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કરોડની આવક થવા પામી હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનો અવર જવર કરતા હતા.ફોર વ્હીલનાં 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલાતા હતા. જયરામ પટેલનાં દીકરા અમરશી પટેલ અને અન્ય લોકો ટોલ ઉઘરાવતા હતા. 


સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે આપ્યું નિવેદન

મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી હિસાબોની તપાસ કરવામાં આવશે. નકલી ટોલનાકાએ કેટલા રૂપિયાની ઉઘરાણી કરી તેને લઇને તપાસ કરવામાં આવશે અત્રે જણાવીએ કે, જે સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

સિદસર ઉમિયાધામના પ્રમુખે ઇટાલીયાના પાટીદારવાળા નિવેદન અંગે કહ્યું, જાન જૂતે  એટલે બધા ગીત ગાતા હોય છે

ફેક્ટરીને ભાડે આપીને કરાયો હતો કરાર! 

મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જયરામ પટેલએ કહ્યું કે, અમારી ફેક્ટરી ઘણા સમયથી બંધ પડી હતી. ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો અને ભાડા કરારને પોલીસને આપ્યો છે. પોલીસ સમક્ષ આજે અમે અમારી રજૂઆત મૂકીશું. તેમણે કહ્યું કે,  ભાડા કરારમાં ઉઘરાણી અંગેનો કોઈ ઉલ્લેખ નથી તેમજ અમે ફેક્ટરીનો 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો. 


ભાડા કરાર અંગે કરવામાં આવશે તપાસ! 

ગેરકાયદે ટોલનાકાની તપાસમાં રાજકોટ, મોરબીના સંબંધિત વિભાગોની કચેરીઓ પાસેથી વિગતો મેળવાશે તેમજ નકલી ટોલનાકા માટે કોઇ સાથે ભાડા કરાર કરેલો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીમાં નકલી ટોલનાકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સરકારી અધિકારીઓની મિલિભગત છે કે કેમ તે તેમજ રાજકારણીઓ સહિત પોલીસની સંડોવણીની સંભાવનાને લઇ તપાસ કરાશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...