અમેરિકામાં હિંદુ ધર્મની લાગણી દુભાવ્યા બાદ ફરીવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ શિવજીનું અપમાન કર્યાનો વીડિયો વાયરલ થયો છે. વાણી વિલાસ કરતા સ્વામી રૂગનાથચરણ દાસ જણાવે છે કે, શિવજી અને સચ્ચિદાનંદ સ્વામી વચ્ચે કુશ્તી થઈ હતી.
રૂગનાથચરણ દાસે શિવજી વિશે શું કહ્યું?
સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે સ્ટેજ પરથી ભક્તો સામે વાણી વિલાસ કરતા જણાવ્યું હતું કે, મહારાજને શિવપૂરાણ મુજબ શિવની પૂજા કરવાનું મન થયું. મહારાજે શંકરને સંભાળ્યા અટલે મૂર્તિમાન શંકર બિરાજ્યા. મૂર્તિમાન શંકરે મહારાજને પગે લાગ્યા. શંકરને મહારાજે ને કહ્યું કે, તમને બિલિપત્ર ચડાવવા છે. શંકરે કહ્યું કે, મહારાજ હું તો તમારો દાસ છું. તમારે મારી પૂજા ના કરાય. મહારાજે કહ્યું કે, તમે અમારા ભક્ત છો પરંતુ અમે મનુષ્ય અવતારમાં છીએ માટે અમારે તમારી પૂજા કરવી પડશે. મહારાજે સચ્ચિદાનંદ સ્વામિને આજ્ઞા કરી તો સચ્ચિદાનંદ સ્વામીએ 1600 ઉપચાર કરી શંકરની પૂજા કરી અને બિલિપત્ર ચડાવી પગે લાગવા ગયા. શંકરે સચ્ચિદાનંદ સ્વામીને પગે લાગવાની ના પાડી. સચ્ચિદાનંદ સ્વામી અને શંકરની કુશ્તી થઈ. ત્યાં ઉપસ્થિત સૌ લોકો કહે છે કે પરદેશી સામે સચ્ચિદાનંદ સ્વામિ મલ્લ કુશ્તી કરે છે. કુશ્તીમાં જય સચ્ચિદાનંદ સ્વામી જીતે છે. શંકર કહે છે "જય સચ્ચિદાનંદ".
અગાઉ આનંદ સાગર સ્વામીએ અમેરિકામાં સત્સંગ દરમિયાન શિવજી અંગે વાણી વિલાસ કર્યો હતો. કચ્છના વિદ્યાર્થી નીશીતને ભગવાન શંકરના દર્શન થયા તેવું નિવેદન આપ્યું હતું. આનંદ સાગર સ્વામીએ કહ્યું હતું કે શંકર ભગવાન નીશીતને પગે લાગીને જતા રહે છે. સમગ્ર મુદ્દે વિવાદ સર્જાતા આનંદ સાગર સ્વામીને હિંદુ ધર્મની માફી માગી હતી.