અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનની શરૂઆત થયાના થોડા મહિનો બાદ જ વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતા પશુ આવી જતા અકસ્માત સર્જાયા હતા. પાંચ વખત ટ્રેનને અકસ્માત નડ્યો છે અને દર વખતે મુખ્યત્વે રખડતા પશુ ટ્રેક પર આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના વારંવાર ન બને અને વંદે ભારત ટ્રેનને અકસ્માતનો સામનો ન કરવો પડે તે માટે ટ્રેનના રૂટ પર ફેન્સીંગ લગાડવામાં આવશે.
ફેન્સીંગ બનાવામાં કરાશે કરોડો રૂપિયાનો ખર્ચ
30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનને શરૂઆત થયા બાદ અનેક વખત ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. મુખ્યત્વ રખડતા પશુને કારણે આ અકસ્માત સર્જાતો હોય છે. થોડા દિવસો પહેલા જ વંદે ભારત ટ્રેનને પાંચમી વખત અકસ્માત થયો છે. જેને કારણે ટ્રેનની સુરક્ષાને લઈ લોકોમાં ચિંતા વધતી જઈ રહી હતી. ત્યારે 620 લાંબા રૂટ પર ફેન્સિંગ લગાડવામાં આવશે, આ અંગે ટ્રેન્ડર પણ મંગાવામાં આવ્યું છે. આ ફેન્સિંગની પાછળ અંદાજીત 264 કરોડનો ખર્ચ કરવામાં આવશે.