રાજ્યમાં રખડતા પશુઓની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. પરંતુ અનેક વખત રેલ્વે ટ્રેક પર પણ પશુઓ આવી જતા હોય છે જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચતું હોય છે પરંતુ પશુના મોત પણ થતા હોય છે. મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માત નડ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે.
અકસ્માત સર્જાતા 10-15 રોકી દેવાઈ ટ્રેન
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને વાપી નજીક અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ટ્રેક પર ગાય આવી જતા ફરી એક વખત વંદે ભારત ટ્રેનને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત થતા ટ્રેનને 10-15 મીનિટ માટે રોકી દેવામાં આવી હતી અને સામાન્ય મરામત કરી ટ્રેનને ફરી મુંબઈ તરફ જવા રવાના કરાઈ દેવાઈ હતી.
અંદાજીત પાંચમી વખત ટ્રેનને નડ્યો અકસ્માત
અનેક વખત વંદે ભારત ટ્રેનને રખડતા પશુને કારણે અકસ્માત નડ્યો છે. જ્યારથી ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી ટ્રેનનો પાંચમી વખત અકસ્માત થયો અને મુખ્યત્વે આ અકસ્માત રખડતા પશુઓને કારણે સર્જાય છે. 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્ય સરકારે પોતાના બજેટમાં વધુ વંદે ભારત ટ્રેનને દોડાવાની જાહેરાત કરી છે. પરંતુ આ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડી રહ્યા છે. જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચે છે પરંતુ પશુધનને પણ હાની પહોંચે છે.